ગુજરાતના મુખ્યમંત્રી મુંબઈમાં #VGGS2024 રોડ-શો દરમ્યાન ઉદ્યોગપતિઓને મળ્યા
ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં રહેલી વિશાળ તકો અને વૈશ્વિક રોકાણો બાબતે ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા હાથ ધરી હતી.
મુંબઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે UPL Limited કંપનીના ચેરમેન અને ગ્રુપ સીઈઓ શ્રી જય શ્રોફ સાથે મુંબઈ ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત સમિત 2024 #VGGS2024 રોડ-શો દરમ્યાન બેઠક યોજીને કૃષિ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં સાતત્યપૂર્ણ વિકાસ પર ચર્ચા કરી હતી.
મુંબઈ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત 2024 આયોજિત રોડ-શો દરમ્યાન અગ્રણી ઉદ્યોગકારો સાથેની વન-ટુ-વન મિટિંગની શરૂઆત લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી એસ. એન. સુબ્રમણ્યન સાથે બેઠક યોજીને કરી. બંને મહાનુભાવોએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ બાબતે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી હતી.
Live: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં મુંબઇ ખાતે રોડ-શો. https://t.co/WUw0963FCh
— CMO Gujarat (@CMOGuj) October 11, 2023
રોડ-શો દરમ્યાન પ્રોકટર એન્ડ ગેમ્બલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (ભારત અને દક્ષિણ એશિયા) શ્રી એલ.વી. વૈદ્યનાથન સાથે બેઠક યોજી હતી તેમજ સસ્ટેનેબલ ગ્રોથ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.
#VGGS2024 મુંબઈ રોડ-શો દરમ્યાન ટાટાના ચેરમેન શ્રી એન. ચંદ્રશેખરન સાથે બેઠક યોજીને વિવિધ ક્ષેત્રોમાં ટેકનિકલ સહયોગ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.
રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના @relianceindltd ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ અંબાણી વચ્ચે મુંબઈ ખાતે આયોજિત #VGGS2024 રોડ-શો દરમ્યાન બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમ્યાન ગુજરાતમાં ફ્યુચર રેડી મેગા પ્રોજેક્ટ્સમાં રોકાણો અને સહયોગ બાબતે મહત્ત્વપૂર્ણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ અત્યાર સુધીની તમામ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેનાર શ્રી મુકેશ અંબાણીને વાઈબ્રન્ટ સમિટની 10મી કડીમાં સહભાગી થવા નિમંત્રિત કર્યા હતા.
મુંબઈ રોડ-શો દરમ્યાન @BankofAmerica બેંક ઓફ અમેરિકાના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ સુશ્રી કાકુ નખાતે સાથે બેઠક યોજીને ગુજરાતમાં નાણાકીય ક્ષેત્રમાં રહેલી વિશાળ તકો અને વૈશ્વિક રોકાણો બાબતે ચર્ચા હાથ ધરી હતી.
FMCG કંપની ITCના @ITCCorpCom ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજીવ પુરી સાથે બેઠક યોજી હતી તેમજ ટેક્નોલોજી, લાઈફ સાયન્સ અને ફૂડ પ્રોસેસિંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ બાબતે પરામર્શ કર્યો હતો.
આદિત્યા બિરલા @AdityaBirlaGrpના ગ્રુપ એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ અફેર્સ) શ્રી સુનિલ બજાજ સાથે મુંબઈ ખાતે #VGGS2024 રોડ-શો અંતર્ગત બેઠક યોજી હતી તેમજ ધોલેરા SIR માં ગ્રીનફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સની સંભાવનાઓ તેમજ ગુજરાતમાં PM-MITRA પાર્ક વિકસાવવા બાબતે ચર્ચા કરી હતી.