ઓસ્ટ્રેલિયાના PMનું અમદાવાદ વિમાની મથકે સ્વાગત કરતા મુખ્યમંત્રી

ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી પહોંચેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થની અલ્બેનીઝનું અમદાવાદ વિમાની મથકે ઉષ્માસભર સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રી
CM Shri @Bhupendrapbjp, along with other dignitaries, greeted and welcomed the PM of Australia @AlboMP on his arrival at Ahmedabad airport. pic.twitter.com/fmtN54G9Sf
— CMO Gujarat (@CMOGuj) March 8, 2023
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ વિમાની મથકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
અમદાવાદ વિમાની મથકે પારંપારિક નૃત્ય દ્વારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થોની અલ્બેનીઝનું અભિવાદન કરાયું હતું.
આ પ્રસંગે રાજ્યના પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, મેયર શ્રી કિરીટભાઈ પરમાર, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ, કલેકટર શ્રી ધવલ પટેલ સહિત વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.