‘ફ્લાવર શૉ ૨૦૨૫’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકાયોઃ શું છે નવા આકર્ષણો જાણો
‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ ૬ ઝોનમાં વહેચાયેલો છે. જેમાં કુલ ૧૦ લાખથી વધુ ફૂલ, ૫૦થી વધુ પ્રજાતી તેમજ ૩૦થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે જેમાં ઓલિમ્પિક ૨૦૩૬ની યજમાની, ગાંધીજીના ત્રણ વાંદરા, વસુધૈવ કુટુંબકમ – ધ યુનિટી બ્લોસમ, મિશન થ્રી મિલિયન ટ્રીઝ – એક પેડ મા કે નામ, ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ઉજ્જવળ ભારતની ભ્રાંતિ કરાવે છે.
Step into a garden of dreams. Beginning 3rd January 2025, experience the magic of the Ahmedabad International Flower Show 2025.#aifs2025 #flower #show #floral #sabarmatiriverfront #riverfront #ahmedabad pic.twitter.com/YMtsoGlEOs
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) January 2, 2025
(પ્રતિનિધિ) અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૫’ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. Gujarat CM Bhupendra Patel inaugurates Ahmedabad International Flower Show 2025
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૫’ના ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને મુખ્યમંત્રી સહિત સૌએ અત્યંત બિરદાવ્યા હતા.આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
Gujarat CM Bhupendra Patel inaugurates Ahmedabad International Flower Show 2025 @Bhupendrapbjp pic.twitter.com/IzRTiGlnTJ
— editorji (@editorji) January 3, 2025
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – ૨૦૨૫’ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મુક્યો-આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિની અને પ્રકૃતિની સુંદરતાનો સંગમ એટલે અમદાવાદ ખાતે આયોજિત વિશ્વકક્ષાનો ફ્લાવર શો. આ વાર્ષિક રંગોત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે એટલું જ નહીં પરંતુ અગણિત યાદો સાથે લઈને જાય છે. કારણ કે ફૂલોની ફોરમ અને રંગોને માનવીય કલાકારીગીરીથી સજ્જ છે. અહીંયા મુલાકાતી મંત્રમુગ્ધ ન થાય તો જ નવાઈ.
આ ફ્લાવર શો એક સુશોભન પ્રદર્શન સુધીની તક સીમિત ન રાખતા પર્યાવરણીય જાગૃતિ અને સસ્ટેનિબિલિટી અંગે પણ ખુબ જ કારગર સાબીત થાય છે. અમદાવાદ શહેર જૈવવિવિધતા અને ઇકોફ્રેન્ડલી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે.આ સિવાય જે પણ નાગરિકો પર્યાવરણ અંગે જાગૃત છે અથવા જાગૃતિ ફેલાવે છે તેમને આ ફ્લાવર શોમાં ભાગીદાર બનાવીને પ્રોત્સાહન પણ પૂરૂ પાડવામાં આવે છે.
પરિણામ સ્વરૂપે ફ્લાવર શો ફક્ત એક ફ્લાવર શો પૂરતો સિમિત ન રહેતા બહુહેતુક પ્રોજેક્ટ બની ગયો છે. અહીંયા સંસ્કૃતિની ગાથા છે સાથે સાથે પ્રકૃતિનુ સંવર્ધન છે. ફ્લાવર શોમાં હરિયાળા ભારતનું બીજ રોપવામાં આવ્યું છે, તેમજ ભવિષ્યને પણ હરિયાળુ બનાવવાનો એક ઉત્કૃષ્ટ પ્રયાસ છે.
૨૦૨૪ના ફ્લાવર શૉમાં અંદાજિત ૨૦ લાખથી વધુ લોકો એ મુલાકાત લીધી હતી. આ વર્ષના આયોજનને ધ્યાનમાં રાખતા તેનાથી વધારે લોકો મુલાકાત લેશે એવું અપેક્ષિત છે. ગત વર્ષ ફ્લાવર શૉ એ ૪૦૦ મિટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો ૨૦૨૫’ આ વખત ૬ ઝોનમાં વહેચાયેલો છે. જેમાં કુલ ૧૦ લાખથી વધુ ફૂલ, ૫૦થી વધુ પ્રજાતી તેમજ ૩૦થી વધુ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે
જેમાં ઓલિમ્પિક ૨૦૩૬ની યજમાની, ગાંધીજીના ત્રણ વાંદરા, વસુધૈવ કુટુંબકમ – ધ યુનિટી બ્લોસમ, મિશન થ્રી મિલિયન ટ્રીઝ – એક પેડ મા કે નામ, ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ઉજ્જવળ ભારતની ભ્રાંતિ કરાવે છે.
નોંધનીય બાબત એ પણ છે કે, ગત વર્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત દરમ્યાન તેમણે સૂચવેલા સૂચનોને ધ્યાનમાં રાખીને આ વર્ષે જનભાગીદારીનો વિચાર અમલમાં મૂકવામાં આવ્યો છે. જેના પરિણામ સ્વરૂપ ઘણા સ્વતંત્ર કોર્પોરેટ અને સરકારી એકમો આ ફ્લાવર શૉમાં ભાગીદાર બન્યા છે. આ વર્ષે ખાસ રૂપે ઓડિયો ગાઈડ બનાવવામાં આવ્યા છે. ફ્લાવર શૉમાં વિવિધ સ્થળ પર કયુઆર કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિષેની માહિતી મેળવી શકાશે. આ વર્ષે ખાસ સ્વરૂપે સોવેનિયર શોપ રાખવામાં આવ્યા છે, જે આવનાર મુલાકાતીઑને એક સુંદર ભેટ સાથે લઈ જવાની તક સાંપડે છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, અમદાવાદના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમિતભાઈ શાહ, અમિત ઠાકર, કૌશિક જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઇ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.