આનંદીબેનની શુભેચ્છા મુલાકાત લેતા રાજ્યના મુખ્યમંત્રી

ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ તથા રાજ્યના પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અમદાવાદ આવ્યા છે તેવી જાણ થતાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સામાજીક પ્રસંગોમાં હાજરી આપવા અમદાવાદ આવેલા આનંદીબેનની મુલાકાત કરી તેમણે કેટલીક ખાસ ચર્ચા વિચારણા કરી હોવાનું પણ જાણવા મળે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. એ.કે.પટેલની અમદાવાદ માં તેમના નિવાસ સ્થાને જઈ શુભેચ્છા મુલાકાત કરી હતી.
ડો. એ.કે .પટેલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈને ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા માટે અભિનંદન આપી ગુજરાતની વિકાસ યાત્રા વધુ ઉન્નત બને અને ઉત્તરોતર પ્રગતિના સોપાનો સર કરતી રહે તેવી શુભકામના પણ પાઠવી હતી.