વડોદરાના ત્રિમંદિરના દર્શન કરી જનસુખાકારીની મંગલ કામના કરતા મુખ્ય મંત્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રવિવારે સવારે વડોદરાના વરણામા સ્થિત દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી પટેલ ત્રિમંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી સીમંધર સ્વામી, શિવ મંદિર અને કૃષ્ણ ભગવાન સમક્ષ શીશ નમાવી જનકલ્યાણની મંગલ કામના કરી હતી. તેમના આગમન વેળાએ પરંપરાગત નૃત્યથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે વડોદરા જિલ્લાના ચાણસદ ખાતે નારાયણ સરોવરનું લોકાર્પણ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્ હસ્તે વડોદરા જિલ્લાના ચાણસદ ખાતે નારાયણ સરોવરનું લોકાર્પણ. https://t.co/RkhMKroD5X
— CMO Gujarat (@CMOGuj) April 9, 2023