મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી સાથે મુલાકાતમાં ગુજરાતના મુખ્યમંત્રીએ શું ચર્ચા કરી?

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સદા કાળ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત મધ્ય પ્રદેશની એકદિવસીય મુલાકાતે ગયા હતા. તેમણે આ મુલાકાત દરમિયાન મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુ ભાઇ પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ સાથે પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત બેઠક યોજી હતી. બિન નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી પણ આ મુલાકાત માં જોડાયા હતા.
બિન નિવાસી ગુજરાતી પ્રભાગ દ્વારા દર વર્ષે દેશના જુદા જુદા રાજ્યોમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમ નું આયોજન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારને સાકાર કરવા યોજાય છે તે અંતર્ગત આ વર્ષ મધ્ય પ્રદેશના ભોપાલમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાયો હતો.