ગુજરાતના CM પ્રયાગરાજની ST બસને લીલીઝંડી આપે તે પહેલાં જ GSRTCને રૂ. ૧.૧૪ કરોડનો વકરો થયો

અમદાવાદથી પ્રયાગરાજ માટેની એસટીની તમામ વોલ્વો બસો સળંગ ૩૦ દિવસ માટે હાઉસફૂલ !
(એજન્સી)અમદાવાદ, અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે રાજય સરકારે એસટીની વોલ્વો બસ સેવા તા.ર૭ જાન્યુઆરીને સોમવારરથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેનું બુકીગ તા.રપ જાન્યુઆરીથી શરૂ કરવાના ગણતરીના કલાકોમાં જ તા.રપ ફેબ્રુઆુરી સુધીની એટલે કે સળંગ ૩૦ દિવસની તમામ બસો હાઉસફુલ થઈ ગઈ હતી !
પ્રયાગરાજ માટે બસને મુખ્યમંત્રી લીલીઝંડી આપી દોડાવે તે પહેલાં જ એસ.ટી. નિગમને ૧.૧૪ કરોડ રૂપિયાનો એડવાન્સમાં જ વકરો થઈ ગયો હતો.
૧૪૪ વર્ષે આવેલા મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓ અને તેમાંય અમદાવાદીઓ કેટલા ઉત્સુક અને આતુર છે તેનો અંદાજ ઉપરોકત બુકિગ પરથી જ આવી શકે તેમ છે.
ટ્રેનોમાં ટીકીટ નથી મળતી હવાઈ ભાડા આકાશને આંબી રહયા છે. ખાનગી બસ ચાલકો તકનો લાભ લઈ રહયા છે. ખાનગી વાહનો લઈને પ્રયાગરાજ જવું દરેક પરીવારો માટે શકય નથી. તેવામાં રાજય સરકારે શ્રધ્ધાળુઓ માટે પ્રયાગરાજ જવા માટે એસટીની વોલ્વો બસ સેવાને ખોલાલે એક વિકલ્પ પણ હવે સામાન્ય લોકો માટે રહ્યો નથી. ત્યારે શ્રધ્ધાળુઓ ભારે નિરાસા અનુભવી રહયા છે.
સરકારની બસ દોડાવવાની જાહેરાત બાદ લોકો સમજે વિચારે પરીવારમાંથી કેટલા સભ્યોએ જવાનું છે તે નકકી કરે છે. તે પહેલાં તો એસટીની તમામ વોલ્વો બસનું રાતોરાત જ બુકીગ હાઉસફુલ થઈ જતા સામાન્ય વર્ગના લોકો પણ વિચારતા થઈ ગયા છે. કે આમ કેવી રીતે થયું ? સામાન્ય લોકો મહાકુંભ મેળામાં જઈ શકે તે માટે વધારાની બસો દોડાવવાની પણ લોકો માંગણી કરી રહયા છે.
અમદાવાદ શહેરમાં કોલ્ડપ્લેના કોન્સર્ટ અને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભના મેળાનો ક્રેઝ એટલો બધો છે. બંનેમાં કીડીયારૂ ઉભરાયું કુંભના મેળામાં જવા માટે વોલ્વો ઉપરાંત અનેક નવી ટ્રેન મુકાઈ હતી. તે હાઉસફુલ થઈ ગઈ પ્લેનની ટીકીટના ભાવ આસમાને આંબવા માંડયા છે.