ગુજરાતમાં આજે CNG નહીં મળે, જાણો આ છે કારણ
(એજન્સી)અમદાવાદ, સમગ્ર રાજ્યમાં સીએનજી એસોસીએશન દ્વારા પંપ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, ઝ્રદ્ગય્ પંપ અસોશિએશનની યોજાયેલી મિટિંગમાં આવતી કાલે એટલે કે ૧૩ જુન ૨૦૨૪ સવારે ૭ વાગ્યાથી લઈ ૧૪ જુન ૨૦૨૪ના સવારના ૭ વાગ્યા સુધી તમામ સીએનજી પંપ બંધ રહેશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બંધનું એલાન યોગ્ય કમિશન ન મળવાને કારણે કરવામાં આવ્યું છે એવું ડીલર અસોશિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું .વધતી મોંઘવારીને પગલે બધીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, એવામાં સીએનજી પંપ ડીલરો પણ એવી અપેક્ષા રાખે કે તેમના કમિશનમાં પણ વધારો થાય તો એમાં ખોટું શું છે? હાલ બદલાતા સમયમાં મધ્યમવર્ગીય લોકો માટે પેટ્રોલ ડિઝલનું બેસ્ટ ઓપ્શન ઝ્રદ્ગય્ બની ગયું છે.
તેથી દિવસેને દિવસે તેની વપરાશમાં વધારો જ નોંધાયો છે. અને એને પગલે ધીમે ધીમે ઝ્રદ્ગય્ની માંગ પણ વધી રહી છે. હવે લોકો ઝ્રદ્ગય્ ગાડી ખરીદવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે પરંતુ ઘણા સમયથી એવી પરિસ્થિતિ છે કે કંપની અને ડીલર વચ્ચે કોઈને કોઈ બાબતે મતભેદ ચાલુ જ છે.
ગેસની અન્ય કંપનીઓની સરખામણીએ અદાણી ગેસ ઓછું કમિશન આપતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેને લઈને ડિલર્સ એસોસિએશને અદાણીના સીએનજી પંપ તારીખ ૧૩મી જૂનના દિવસે બંધ રાખવાનું નક્કી કર્યું છે. ગુજરાત ગેસમાં ડિલર્સને ટ્રેડ માર્જિન રૂપિયા ૪.૧૩ મળે છે. જ્યારે અદાણીના ગેસ પંપમાં ડિલર્સને ટ્રેડ માર્જિન રુપિયા ૩.૭૪ મળે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગેસની સરખામણીએ અદાણી ગેસનો ભાવ ૨.૭૧ રૂપિયા વધુ છે. ત્યારે માર્જિન ઓછું મળતું હોવાને કારણે ડિલર્સ એસોસિએશને બંધ પાળવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ૧૩મી જૂનના દિવસે એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગની ગાડીને સીએનજીપૂરાવવાનું હશે તો તેમને ભરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.