ગુજરાતમાં વાસી ઉત્તરાયણ સુધી કડકડતી ઠંડી પડશે
ઉત્તર ભારતમાં સતત થઈ રહેલા હીમવર્ષાના કારણે રાજ્યનું તાપમાન ગગડયું
અમદાવાદ, હાલ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં સતત ભારે હિમવર્ષા થઈ રહી છે અને ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે જેના કારણે છેલ્લા બે દિવસમં રાજ્યનું તાપમાન ચારથી પાંચ ડિગ્રી જેટલું ગગડયું છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસની સાથે ફૂંકાઈ રહેલા ઠંડાગાર પવનોએ લોકોની મુશ્કેલી વધારી છે.
આ દરમિયાન હવામાન વિભાગ અને કેટલાક હવામાન નિષ્ણાંતોએ તેમની નવી આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં વાસી ઉત્તરાયણ એટલે કે આગામી ૧પ જાન્યુઆરી સાથે કડકડતી ઠંડી પડવાની પૂરી શક્યતા છે. હજુ પણ આગામી પાંચ દિવસ સુધી ઠંડકભર્યું વાતાવરણ યથાવત રહેશે. આગામી ૪૮ કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાનું લઘુત્તમ તાપમાન હજુ પણ એકથી બે ડિગ્રી સેÂલ્સયસ સુધી ઘટી શકે છે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં છેલ્લા ર૪ કલાકમાં એક ડિગ્રી સેÂલ્સયસ સુધીનો ઘટાડો નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન મહદઅંશે યથાવત રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ જતાં હવાઈ મુસાફરીને પણ અસર થઈ છે અને કેટલીક ફલાઈટ તેના નિયમ સમય મોડી પડી છે.
કચ્છનું નલિયા ૬.ર ડિગ્રી સેÂલ્સયસ લઘુત્તમ તાપમાન સાથે આજે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ ગત રાતથી જ કોલ્ડવેવની અસરવરતાતી હોય એ રીતે લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેÂલ્સયસ કરતા પણ નીચું પહોચતા રાજકોટવાસીઓ ઠંડીમાં થરથરી ઉઠયા હતા.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારમાં કડકડતી ઠંડી પડે તેવી સંભાવના છે. આગામી ૪૮ કલાકમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. કેટલાક હવામાન નિષ્ણાંતોની આગાહી અનુસાર ગુજરાતના અનેક જિલ્લામાં સીતલહેર ફરી વળે તેવી શક્યતા છે. ખાસ કરીને મહેસાણા, પંચમહલ, સાબરકાંઠામાં શીતલહેરની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોરદાર ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડના અનેક ભાગોમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો ગગડવાની સંભાવના છે. અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીએ પહોંચવાની પણ શક્યતા છે.
સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આજે સવારે જારી કરવામાં આવેલા વેધર રિપોર્ટ અનુસાર અમરેલીમાં ૧ર ડિગ્રી, વડોદરામાં ૧૪ ડિગ્રી, ભાવનગરમાં ૧૩.૮ ડિગ્રી, ભૂજમાં ૧૧ ડિગ્રી, ડીસામાં ૧૧.૯ ડિગ્રી, દ્વારકામાં ૧૪.૯ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૧.પ ડિગ્રી, કંડલામાં ૧૩.૪ ડિગ્રી, ઓખામાં ૧૮.૬ ડિગ્રી, પોરબંદરમાં ૧૩ ડિગ્રી, સુરતમાં ૧પ.૯ ડિગ્રી અને વેરાવળમાં ૧પ.૪ ડિગ્રી સેÂલ્સયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.