Western Times News

Gujarati News

ગુજરાતમાં 2027ની ચૂંટણીમાં BJPને પડકારવા માટે રાહુલ ગાંધીની રણનીતિ શું છે?

રાહુલ ગાંધી ૭-૮ માર્ચના રોજ અમદાવાદમાં આવશે-કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓમાં લાગ્યા નેતાઓ

(એજન્સી)અમદાવાદ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને મજબૂત કરવા માટે ૭ અને ૮ માચર્ના રોજ અમદાવાદમાં આવશે. આ દરમ્યાન તેઓ પાટીર્ના વરિષ્ઠ નેતાઓ, પદાધિકારીઓ અને જિલ્લા અધ્યક્ષો સાથે બેઠક કરશે. સાથે જ રાજ્યભરના કાર્યકતાઆર્ેને સંબોધન કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, ૮-૯ એપ્રિલના રોજ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આયોજીત થશે. તે પહેલા રાહુલ ગાંધીનો આ પ્રવાસ સંકેત આપે છે કે કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચંટણી ૨૦૨૭ને લઈને ગંભીર છે. કોંગ્રેસ છેલ્લા ત્રણ દાયકાથી સત્તામાંથી બહાર છે  અને આ વખતે રણનીતિમાં ફેરફાર કરે તેવી સંભાવના છે.

લોકસભામાં વિપક્ષના નેતા બન્યા પછીના પોતાના પહેલા ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું!” આ પછી તરત જ, રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા અને કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહથી ભરાઈ ગયા. હવે બધાની નજર ૨૦૨૭ માં ભાજપને પડકારવા માટે રાહુલની રણનીતિ પર છે.
૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે ભાજપને સખત ટક્કર આપી હતી.

જોકે, છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ, વિપક્ષના મતો વિભાજિત થયા અને ભાજપને ૧૮૨ માંથી ૧૫૬ બેઠકોની બમ્પર જીત મળી. કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું અને ફક્ત ૧૭ બેઠકો જીતી શકી, જે હવે ઘટીને ૧૨ થઈ ગઈ છે.

ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. કુલ ૨૬ માંથી કોંગ્રેસ માત્ર ૧ બેઠક જીતી શકી હતી, જ્યારે ૨૦૧૪ અને ૨૦૧૯માં તેનું ખાતું પણ ખુલ્યું ન હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.