GPCC ઓફિસ કેસઃ કોંગ્રેસે 10 તો ભાજપે 250 લોકો સામે પોલીસ ફરિયાદ કરી
(એજન્સી)અમદાવાદ, સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હિન્દુઓ પરના નિવેદન મુદ્દે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ દ્વારા બે દિવસ પહેલા મોડી રાત્રે કોંગ્રેસના કાર્યાલય ખાતે તોડફોડ અને કાળો કલર મારવાની ઘટના બની હતી.
ત્યાર બાદ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો દ્વારા સામસામે પથ્થરમારોની ઘટના બની હતી. ભાજપના નેતાઓએ કોંગ્રેસના ૨૫૦થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.હવે કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બજરંગ દળના જવલિત મહેતા અને પૂર્વ કોર્પોરેટર ફાલ્ગુની શાહના પુત્ર ઋÂત્વક શાહ સહિતના ૧૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.
સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ૧ જુલાઈએ સંસદમાં નિવેદન આપ્યા બાદ ૨ જુલાઈએ અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં મોડી રાત્રે બજરંગ દળના નેતા જવલિત મહેતા, પૂર્વ, કોર્પોરેટર ફાલ્ગુની શાહના પુત્ર ઋÂત્વક શાહ, ચિંતન લોધા સહિત અજાણ્યા ૮થી ૧૦ લોકો કાર્યાલયમાં ઘૂસી ગયા હતા. સિક્યુરિટી ગાર્ડને ધાક ધમકી આપી કાર્યાલયમાં રહેલા ઝંડા બેનરો અને રાહુલ ગાંધીના પોસ્ટરોને નુકસાન કર્યું હતું.
કોંગ્રેસ કાર્યાલય ખાતે લાગેલા સીસીટીવીમાં તપાસ કરતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ હોવાનું સામે આવ્યું હતું. રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટ્યો અને બેનરો ફાડી ધમાલ મચાવી હતી. આ બનાવ અંગે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, ભાજપના કોઈ કાર્યકરે આવી પ્રવૃત્તિ કરી હોય એવું ધ્યાને આવ્યું નથી. જોકે
, કોંગ્રેસ કાર્યાલય ખાતે લાગેલા ઝ્રઝ્ર્ફમાં તપાસ કરતા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને બે દિવસ બાદ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે દિવસે ઘટના બની તે જ દિવસે સવારે કોંગ્રેસ પક્ષ દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે જઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી.
આ ઘટના મામલે ભાજપના નેતાઓએ કોંગ્રેસના ૨૫૦થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ૧૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.