ગુજરાતના આ જિલ્લામાં ભાજપ સંગઠનમાં વધુ ૮ હોદ્દેદારોઓએ રાજીનામાં આપ્યા
(એજન્સી)ડાંગ, ડાંગ જીલ્લામાં ભાજપ સંગઠનમાં વધુ ૮ હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. ત્યારે દશરથ પવારના સમર્થનમાં ૮ હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. દશરથ પવારે બે દિવસ પહેલા જ જીલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું.
ત્યારે એક સાથે ૮ હોદ્દેદારોનાં રાજીનામાથી જીલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ડાંગ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ ૧૩ લોકોનાં રાજીનામાં પડ્યા છે. ડાંગ જિલ્લાનાં આઠ હોદ્દેદારોએ એક સાથે રાજીનામુ આપી દેતા જિલ્લામાં રાજકીય સ્તરે ભૂકંપ આવી ગયો છે.
આ સાથે જ ડાંગ જિલ્લામાં કુલ ૧૩ લોકોનાં રાજીનામા પડ્યાં છે. ડાંગ જિલ્લાનાં ભાજપ પ્રમુખ પદ ઉપરથી રાજીનામા બાદ દશરથ પવારે કહ્યું. છેલ્લા બે મહિનાથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતો હતો. અને આખરે મે રાજીનામું આપવાનું જ યોગ્ય સમજ્યું. મારા મતે રિબાવા કરતાં રાજીનામું આપી દેવું સારું. ૨ દિવસમાં ડાંગ જિલ્લા સંગઠનમાં ૩ હોદ્દેદારોએ રાજીનામું આપતા ભાજપમાં હડકંપ સર્જાયો છે.