ગુજરાતનું કુલ દેવું ૩.૮૫ લાખ કરોડે પહોંચ્યુંઃ કેગના રિપોર્ટમાં ખુલાસો

AI Image
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૨૩-૨૪નો કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૩-૨૪ના નાણાંકીય હિસાબો કેગના અહેવાલમાં રજૂ કરવામાં આવતા હોય છે.
કેગના અહેવાલ અનુસાર, રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં બજારમાંથી ૩૦,૫૦૦ કરોડની લોન લીધી હતી. વર્ષ દરમિયાન જાહેર દેવામાં ૧૪ હજાર ૨૮૧ કરોડનો વધારો થયો હતો. કુલ દેવા અને અન્ય જવાબદારી પહોંચી ૨૪ હજાર ૫૩૪ કરોડ પર પહોંચી ગઇ હતી.
જાહેર દેવા સામે વ્યાજ ખર્ચની રકમ ૨૪,૪૭૩ કરોડ રૂપિયા થઈ હતી. વર્ષ ૨૦૨૩-૨૪માં ગુજરાતનું કુલ દેવું ૩.૮૫ લાખ કરોડ રૂપિયા થયું હતું. ગુજરાતના દેવાની વ્યાજની ચૂકવણી ૧૦.૯૯ ટકા થઈ હતી. જીએસટીના કારણે રાજ્યને આવકના નુકસાન સામે ૧૦ હજાર ૬૯૩ કરોડનું વળતર મળ્યું હતું. કેન્દ્રની લોન પેટે ૨૨ હજાર ૨૬૧ કરોડની રકમનો રાજ્ય સરકારે અસ્વીકાર કર્યો હતો. રાજ્ય સરકારનો કુલ મૂડી ખર્ચ ૪.૩૫ લાખ કરોડ પર પહોંચ્યો હતો. કેગના રિપોર્ટમાં સરકારના જાહેર દેવા અને લોનના આંકડા બહાર આવ્યા હતા.
આ પણ વાંચો
કેગના રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧.૩૩ લાખ કરોડનું રોકાણ કર્યું હતું. વિવિધ સંસ્થામાં રોકાણ સામે ૭૫૭ કરોડનું લાભ અને વ્યાજ પ્રાપ્ત થયું હતું. સરકારના ૭ નિગમોમાં કરેલા ૬,૪૬૧ કરોડના રોકાણ સામે કોઈ લાભ નહીં. સરકારે ૬૫ સરકારી કંપનીઓમાં ૧.૨૭ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રાજ્ય સરકારની કંપનીઓના રોકાણ સામે ૭૧૪ કરોડ લાભ અને વ્યાજરૂપે મળ્યા હતા. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન રાજ્ય સરકારે ૧૯૩ કરોડની કરી વધુ ચૂકવણી કરી હતી.
રાજ્ય વિધાનમંડળે વિનિયોગ કર્યા હોય તે સિવાય ૧૯૩ કરોડની વધુની ચૂકવણી કરી હતી. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસને ૧૬૫ કરોડની વધુ ચૂકવણી કરી હતી. શહેરી વિકાસ વિભાગને ૨૪ કરોડની વધુ ચૂકવણી કરી હતી. માર્ગ અને મકાન વિભાગને ૪.૬૦ કરોડની વધુ ચૂકવણી કરાઈ હતી.
વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યો ધરણા પર બેઠા હતા. અમિત ચાવડા, શૈલેષ પરમાર, વિમલ ચુડાસમા ધરણા પર બેઠા હતા. ઈમરાન ખેડાવાલા, કિરીટ પટેલ, જિજ્ઞેશ મેવાણી પણ ધરણા પર બેઠા હતા. અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
ખનીજ માફિયાઓને લઈ અમિત ચાવડાએ સરકારને આડેહાથ લીધી હતી. ચાવડાએ કહ્યું હતું કે વિમલ ચુડાસમા એ લેખિતમાં અધ્યક્ષને પૂરાવા આપ્યા છતા જવાબ નહી. ધારાસભ્યો વિધાનસભામાં નહી બોલે તો ક્્યાં બોલશે? વિમલ ચુડાસમાએ સવાલ કર્યો તો બહાર કાઢી દેવામાં આવ્યા હતા. નિયમોની જોગવાઈ દર્શાવી ધારાસભ્યોને બોલવા દેવામાં આવતા નથી. ખનન માફિયાઓ સામે સરકાર લાચાર છે.