Western Times News

Gujarati News

ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને સર્વશ્રેષ્ઠ ‘રાજ્ય દિવ્યાંગજન આયુક્ત’ વર્ષ ૨૦૨૪ એવોર્ડ એનાયત

Ø  ગુજરાતમાં દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ ૨૦૧૬ના ઉતકૃષ્ઠ અમલીકરણ માટે અપાયો એવોર્ડ

Ø  દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરશ્રીની કચેરી દિવ્યાંગોના અધિકારોના અમલીકરણ માટે કાર્યરત

રાજ્યના તમામ નાગરીકોની જેમ જ દિવ્યાંગજનોને પણ તમામ અધિકારો આપવા ગુજરાત સરકાર સતત કાર્યરત છે. દિવ્યાંગજનો અધિકારોના અમલીકરણ માટે દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ ૨૦૧૬ અમલી છે.  દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરશ્રીની કચેરી દ્વારા ગુજરાતમાં આ અધિનિયમના ઉતકૃષ્ઠ અમલીકરણ માટે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મૂના હસ્તે નવી દિલ્હી ખાતેથી સર્વશ્રેષ્ઠ રાજ્ય દિવ્યાંગજન આયુક્તનો વર્ષ ૨૦૨૪નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

દિવ્યાંગજનો માટેની શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ મેળવવા બદલ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ કમિશનર શ્રી વી. જે. રાજપૂત તથા કચેરીના અધિકારીશ્રીઓ તથા  કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરશ્રીની કચેરી દિવ્યાંગ વ્યક્તિઓ માટે ‘ડિમ્ડ સિવિલ કોર્ટ’ તરીકે કામ કરે છે.

જેમાં દિવ્યાંગજનોને લગતી પ્રવેશભરતીબદલીઅનામત,પેન્શનજમીન ફાળવણીરોજગારઅભ્યાસ અને દિવ્યાંજનોના અધિકારોનો ભંગ થાય તેવા દરેક કિસ્સામાં અન્યાય સંબંધિત અરજદારની ફરિયાદો તેમજ આ કોર્ટ દ્વારા જાતે સુઓ મોટો કેસ દાખલ કરી તેનું ઝડપી નિરાકરણ આપવાની સત્તા ધરાવે છે.

દિવ્યાંગ વ્યક્તિઓની સુવિધા માટેની આ કોર્ટ દ્વારા ઓફલાઈન તેમજ ઓનલાઇન એમ બંને રીતે કેસની સુનાવણી હાથ ધરવામાં આવે છે. આ કચેરી દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ ૧૦૯૬ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.

સરકાર તમારે દ્વારેના અભિગમ સાથે દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરશ્રીની કચેરી દ્વારા રાજ્યના નવ જિલ્લા મથકોમાં મોબાઇલ કોર્ટનું પણ આયોજન કરવામાં આવે છે.

દિવ્યાંગજનોને તેમના પ્રશ્નોનું નિરાકરણ તેમના ઘરથી નજીક અને સરળતાથી મળી શકે તે હેતુથી મોબાઇલ કોર્ટ યોજવામાં આવે છે. આ કોર્ટના નિર્ણયને ડિસ્ટ્રીક કોર્ટ સમકક્ષ ગણવામાં આવે છે જેને હાઈ કોર્ટમાં જ પડકારી શકાય છે.

ગુજરાતમાં વલસાડગોધરાહિંમતનગર- સાબરકાંઠાપાલનપુર- બનાસકાંઠારાજકોટસુરતભાવનગરમહેસાણા તથા ભુજ- કચ્છ જિલ્લાઓમાં મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવે છે. મોબાઇલ કોર્ટની સાથે દિવ્યાંગ સર્ટિફિકેટ માટે મેડિકલ કેમ્પસ્વરોજગાર અને લોન સહાયની જાણકારી પણ આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.