Western Times News

Gujarati News

ભારત મેડિકલ એકસેલન્સ એવોર્ડ સમારોહમાં ગુજરાતના ખ્યાતનામ ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ DNS Talks દ્વારા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત ભારત મેડિકલ એકસેલન્સ એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે મેડિકલ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા ગુજરાતના ખ્યાતનામ ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ આપીને ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે.

તેમણે તમામ એવોર્ડ વિજેતા ડોક્ટર્સને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, આજે પણ સમાજમાં ઘણા તબીબો નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. સાથે જ, તેમણે જરૂરતમંદ વ્યક્તિઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.