Western Times News

Gujarati News

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૯થી ૧૨માં વિષયદીઠ માળખુ જાહેર કરાયું

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત બોર્ડની શાળાઓમાં હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, વેકેશન પહેલા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૯ થી ૧૨ની વાર્ષિક પરીક્ષા અને આ વર્ષે સૌ પ્રથમ વખત ફેબ્રુઆરીમાં લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષા પહેલાં વિષય દીઠ માળખું જાહેર કર્યુ હતુ.

વિદ્યાર્થીએ ધોરણ ૧૦માં બેઝિક ગણિત અથવા સ્ટાડર્ન્ડ ગણિત પસંદ કરવાનું રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષા પહેલાં વિષય દીઠ માળખું જાહેર કરી દેવાયું છે. વિદ્યાર્થીએ ધોરણ ૯થી નક્કી કરી લેવું જોઇએ કે તે ધોરણ ૧૦માં કયું ગણિત લેશે, જેનાથી તેને ફાયદો થઇ શકે.

ધોરણ ૯માં જ ગણિતમાં ધ્યાન આપીને ધોરણ ૧૦ માટેનો નિર્ણય લઇ શકાય છે. એન્જિનિયરિંગ કે મેડિકલમાં જવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ ધોરણ ૯થી ધોરણ ૧૦ માટેના કયું ગણિત પસંદ કરવું તેની તૈયારી કરી લે તો ધોરણ ૧૦માં સહેલાઇથી ગણિતમાં સ્કોર કરી શકાય છે. બોર્ડે જાહેર કરેલા માળખા મુજબ ધોરણ ૯ માટેના વિષય માળખામાં ૧૦ વિષયો ફરજિયાત કરાયા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડે દ્વારા ધો. ૯ થી ૧૨નું વિષય માળખું જાહેર કર્યું છે. ધો.૯માં ભાષાના ૪ વિષય અને ધો.૧૦માં ભાષાના ૩ વિષયો સમાવાયા છે. ગુજરાત બોર્ડે તૈયાર કરેલું માળખું શાળાઓને મોકલાયું છે. ધો.૧૨માં ૭ અને ધો. ૯ માટે ૧૦ તેમજ સાયન્સ માટે ૫ વિષય નક્કી કરાયા છે.

સાયન્સમાં એ, બી અને એબી ગ્રૂપના વિષય પણ જાહેર કરાયા છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધો.૯માં ભાષાના ૪ વિષય અને ધો. ૧૦માં ભાષાના ૩ વિષયનો સમાવેશ કરાયો છે. સાયન્સમાં જૂથ-૧માં અંગ્રેજી, જૂથ-૨માં ભાષાનો એક વિષય પસંદ કરવાનો રહેશે. સાયન્સ માટે ૫ વિષય નક્કી કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.