Western Times News

Gujarati News

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે પાંચ કરતાં વધુ વ્યક્તિઓના કચેરી ખાતે પ્રવેશ પર પ્રતિબંધ

Ahmedabad Collector Office

વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી – ૨૦૨૨ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં મતદાન આગામી તા.૦૫-૧૨-૨૦૨૨ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે.

પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે. તેમજ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એક સાથે પ્રવેશી શકશે.

આ આદેશોનો અમલ તા. ૦૩ નવેમ્બરથી તા. ૧૦ ડિસેમ્બર સુધી કરવાનો રહેશે. જે અમદાવાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ દ્વારા જાહેર કરેલા હુકમમાં  જણાવ્‍યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.