Western Times News

Gujarati News

રાજ્યમાં હથિયાર ધારકો પાસેથી ૪૭,૬૮૨ (૮૫.૬૯%) હથિયારો જમા લેવાયા

પ્રતિકાત્મક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નું મતદાન તા. ૦૧/૧૨/૨૦૨૨ (પ્રથમ ચરણ) તથા તા. ૦૫/૧૨/૨૦૨૨ (દ્વિતીય ચરણ) રોજ યોજાનાર છે. તા. ૦૩/૧૧/૨૨થી આદર્શ આચાર સંહિતા(Model Code of Conduct) અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે:

2. ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૧૧/૧૧/૨૦૨૨સુધી કુલ૧૦,૧૫૦ કેસો કરવામાં આવેલ છે જેમાં ૮,૩૪૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં ૮,૩૮,૦૬૦ રૂ. નો દેશી દારૂ ૪,૦૫,૯૦,૩૨૫ રૂ. નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા ૬,૦૪,૨૨,૩૨૧ રૂ. અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા ૧૦,૧૮,૫૦,૭૦૬/- નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.

3. રાજ્યમાં Criminal Procedure Code, 1973 હેઠળ ૭૮,૩૮૬ કેસો, Gujarat Prohibition Act, 1949 હેઠળ ૧૪,૨૧૫ કેસો, Gujarat Police Act, 1951હેઠળ ૧૦૫૦ કેસો તથા PASA Act, 1985 હેઠળ ૪૭૦ કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ ૯૪,૧૨૧અટકાયતી પગલાં લેવામાં આવેલ છે.

4.રાજ્યમાં કુલ ૫૫,૬૪૦ પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી ૪૭,૬૮૨ (૮૫.૬૯%)હથિયારો જમા લેવામાં આવેલ છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.

5. રાજયમાંતા. ૦૩ /૧૧/૨૦૨૨ થી આજ દિન સુધી કુલ ૧૬,૩૦૫ Non Bailable Warrant ની બજવણી કરવામાં આવેલ છે.

6. રાજ્યમાંThe Arms Act, 1959 હેઠળ ૨૬ ગેરકાયદેસર હથિયાર તથા ૪૯ ગેરકાયદેસર દારૂગોળા જમા કરવામાં આવેલ છે.

7. રાજ્યમાં NDPS Act, 1985 હેઠળ કુલ ૧૭ કેસો નોંધી, કુલ ૧,૦૧,૨૫,૫૬૪/-નો ૧૨૯.૮૬ કિ.ગ્રા.નો NDPS પદાર્થ પકડવામાં આવેલ છે.

8. રાજ્યમાં હાલ ૧૪૦ આંતરરાજ્ય ચેક પોસ્ટ, ૧૬૩૮ Static Surveillance Teams તથા ૫૮૬ Flying Squads કાર્યરત છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં ગેરકાયદેસર કેશ રૂપિયા/ઘરેણા ને લગતા વલસાડ, અમદાવાદ શહેર, ભરૂચ જિલ્લા તથા સુરત શહેર ખાતે ૦૫ કેસો નોંધવામાં આવેલ છે. જેમાં ૪૮,૮૩,૦૦૦/- રૂપિયાની કેશ તથા ૩૭,૭૩,૫૬૫/- રૂપિયાની કિંમતના ઘરેણાં એમ કુલ મળીને ૮૬,૫૬,૫૬૫/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી Income Tax Departmentને જાણ કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.