નવેમ્બરમાં જાહેરાત કરાશે ગુજરાતની ચૂંટણીની તારીખો
અમદાવાદ, અગાઉ હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણી તારીખો જાહેર થવાની સંભાવના હતી પરંતુ તેમ થયું નહીં. હવે દિવાળી પછી રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી, જાેકે, હવે આ તારીખો નવેમ્બર મહિનાની શરુઆતમાં જાહેર કરાશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.
કારણ કે ૨૯મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અને ૩૧મી મેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં કાર્યક્રમ હોવાથી આ પછી જ ચૂંટણીની તારીખો જાહેર થશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણાં વિભાગોના મંત્રીઓ પણ હજુ લોકપ્રિય યોજનાઓની જાહેરાત કરવાની વેતરણમાં હોવાનું મનાઈ રહ્યું છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તારીખ નવેમ્બરમાં જાહેર કરાશે તેવી ચર્ચા થઈ રહી છે.
રિપોર્ટ્સ મુજબ ૨૯ ઓક્ટોબર સુધી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જ્યારે ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.
આ બાબતોને ધ્યાનમાં રાખતા હવે ચૂંટણીની તારીખોની જાહેરાત ૧ નવેમ્બરની આસપાસમાં થાય તેવી શક્યતાઓ રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહી છે.
મહત્વનું કે જ્યારે ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશની તારીખો જાહેર કરવામાં આવી ત્યારે ગુજરાતની તારીખો જાહેર થઈ જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હતી, પરંતુ તેમ નહોતું. આ દરમિયાન ગુજરાતની ચૂંટણી તારીખોની જાહેરાત ૨૫ ઓક્ટોબરની આસપાસ થશે તેમ મનાતું હતું પરંતુ હવે વિવિધ કાર્યક્રમોના આયોજનને જાેતા તારીખો આગામી મહિને જાહેર થશે તેમ મનાઈ રહ્યું છે.
કારણ કે જે કાર્યક્રમોનું આયોજન થયું છે તે ૩૧મી ઓક્ટોબર સુધી ચાલવાના છે માટે આ પહેલા તારીખો જાહેરત થાય તેવી સંભાવના લગભગ નહિવત છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૩૧મી ઓક્ટોબરે યોજાનારા એકતા દિવસના કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન મોદી હાજર રહેવાના છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠા જશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
જેથી ચૂંટણીની તારીખોની જાહેરાત નવેમ્બરમાં જ થશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ સિવાય સરકારના કેટલાક મંત્રીઓ પણ એવું માની રહ્યા છે કે ચૂંટણી જાહેરાત નવેમ્બરમાં જશે. પૂરગ્રસ્ત વિસ્તારોને સરકારી સહાયની જાહેરાત હજુ બાકી છે.
બજેટમાં સમાવાયેલી પણ અમલમાં ના મૂકાઈ હોય તેવી યોજનાઓની પણ જાહેરાત થઈ શકે છે. હવે દિવાળી દરમિયાન અને તેના પછી મંત્રીઓ નવી જાહેરાતો કરી શકે છે.SS1MS