ગુજરાતના નાણાં પ્રધાન કનુ દેસાઇએ 3 લાખ 1 હજાર કરોડનું બજેટ રજૂ કર્યુ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં બજેટની શરુઆત નાણા પ્રધાન કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરવાની શરુઆત સાથે તેમણે જણાવ્યુ કે સમતોલ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા સરકાર કટીબદ્ધ છે. ગુજરાતે દેશના ગ્રોથ એન્જીન તરીકેનું બીરુદ મેળવ્યુ છે.
શુભ તિલકથી શુભ શરૂઆત…#GujaratBudget2023 pic.twitter.com/7YsMlQr2O7
— Kanu Desai (@KanuDesai180) February 24, 2023
નાણાં પ્રધાન કનુ દેસાઇ તિલક કરીને શુભ બજેટ માટે ઘરેથી રવાના થયા હતા. નાણાપ્રધાન કનુ દેસાઇએ ટ્વીટ કરીને તેનો વીડિયો પણ જાહેર કર્યો છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અંતર્ગત મિશન સ્કૂલ ઓફ એકસીલેન્સ અંતર્ગત માળખાકીય અને અન્ય સુવિધાઓ માટે 3109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ છ થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તા યુક્ત શિક્ષણ વિના મૂલ્ય મળે તે માટે 64 કરોડની જોગવાઈ કરાઇ છે.
સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે 109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ એકથી આઠમાં RTEમાં અભ્યાસ કર્યો હોય અને ધોરણ આઠ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મહિલા અને બાળ વિકાસ માટે 6 હજાર 64 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગરીબ અને જરુરિયાતમંદ લોકોને રાહતદારે અનાજની સાથે વિશેષ પ્રોટીન અને વિટામીનયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વય જુથના લાભાર્થીઓ ખાસ કરીને સગર્ભા અને ધાત્રી માતાઓ , બાળકો, કિશોરીઓ અને વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી નિયમિત રૂપે કરવામાં આવે છે.
ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સરકારના નાણાકીય વર્ષ 2023-24 માટેના અંદાજપત્રની રજૂઆત #અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત https://t.co/Ru0mxstQRa
— CMO Gujarat (@CMOGuj) February 24, 2023
ગુજરાતના નાણાં પ્રધાન કનુ દેસાઇએ વર્ષ 2023-24નું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં જણાવવામાં આવ્યુ કે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારાશે. કનુ દેસાઇએ જણાવ્યુ કે સરકારે મૂડી ખર્ચ વધારીને 72 હજાર 509 કરોડ રુપિયાની જોગવાઇ કરી છે.