ફરીયાદીને FIR, પંચનામું, અટક, ચાર્જશીટ સહિતી માહિતી મોબાઈલથી જ મળશે

સાઈબર ફ્રોડનો શિકાર બનેલા નાગરીકોને અત્યાર સુધી કુલ રૂ. ર૧૮ કરોડ પાછા અપાવ્યા
(એજન્સી)ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે રાજયના પોલીસ તંત્રએ વિકસાવેલા આઈ-પ્રગતી પોટલ તથા સાઈબર ક્રાઈમમાં રિફંડ અપાવવા માટે તેરા તુઝકો અપર્ણ પોર્ટલ ગાંધીનગર ખાતેથી લોન્ચ કર્યા હતા.આઈ પ્રગતીનો મતબલ છે.
ઈન્વોસીટેગેશન પ્રોસ્સેસ રીપોર્ટ યુ ઓટોમેટીકલી જનરેટ એકયુરેટ એન્ડ ટાઈમથી ઈન્ફેમેશન ફરીયાદીને તેની એફઆઈઆર દાખલ થયા પછી પંચનામું પત્યા પછી આરોપીઓની અટક થાય ત્યારે અનેકોર્ટમાં ચાર્જશીટ થાય ત્યારે એમ ચાર તબકકાની માહિતી ઈ-પ્રગતી પોર્ટલ દ્વારા ફરીયાદીને તેના મોબાઈલ ઉપર આપવામાં આવશે. જયારે તેના તુઝકોઅર્પણ નામક સાઈબર ક્રાઈમના પોર્ટલ દ્વારા લોકોને તેમના ફસાયેલા નાણાં અપાવવામાં આવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરીકોને પોલીસસ્ટેશન જવામાંથી રાહત આપવા અને તેમને જોઈતી માહિતી સમસયર આપવા ાઆ બે પોર્ટલ લોન્ચ થયા ાછે. જેના કારણે કામગીરીમાં પારદશીતા આવશે.
ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવયું હતું કે, આઈપ્રગતી પોર્ટલના લીધે સામાન્ય લોકોને તેમના કેસની માહિતી માટે કોઈ મહાનુભાવ રાજકારણી પાસે જવું નહી પડે તેમજ એમને પોલીસ સ્ટેશનના ધકકા પણ નહી ખાવાપડે.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે હવેથી પોલીસ તંત્ર દ્વારા જેટલા રકમની ઠગાઈ હોય તેટલી જ રકમ આરોપીના બેક એકાઉન્ટમાં ફીઝ થશે. અને જો ઠગાઈ રૂ.પ લાખ કે તેથી વધુ હશે અને ૪થી વધુ ફરીયાદ થઈ હશે તેવા જ બેક એકાઉન્ટ ફીઝ થશે. ગુજરાત પોલીસે અત્યાર સુધી સવા બે લાખ બેક એકાઉન્ટ અનફીઝ કર્યા છે.
રાજયના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે અત્યાર સુધી સાઈબર ક્રાઈમ પ્રભાર દ્વારા લોકોને તેમના રૂ.ર૧૮ કરોડ પાછા અપાવ્યા છે.એમણે ઉપરોકત બંને નવા પોટલની વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા છ માસથી તેરા તુઝકો અર્પણ સાઈબર ક્રાઈમ પોર્ટલ અમદાવાદ શહેરમાં પાઈલોટના ધોરણે ચાલતું હતું.
જેનો અમલ હવે રાજય વ્યાપી થશે. આ બે પોર્ટલના લોન્ચીગ વખતે મુખ્ય સચીવ પંકજ જોશી એસીએસ ગૃહ મનોજ દાસ તેમજ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહયા હતા.