CSM પ્લાન્ટને ક્લોઝર નોટિસ: ગુજરાત ફ્લોરોકેમિકલ્સમાં ઝેરી ગેસ ગળતરમાં ૪ કામદારના મોત પ્રકરણનો મામલો
સાંસદ મનસુખ વસાવા-ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ કંપનીની મુલાકાત લીધી ઃ મૃતકોના પરિવારને વળતરની રકમ ૧૦ લાખ વધારી ૪૦ લાખ કરાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડમાં ઝેરી ગેસ ગળતરમાં ૪ કામદારના મૃત્યુ અને ૬ ને અસરમાં સીએમએસ પ્લાન્ટને ક્લોઝર આપી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
દહેજ ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડમાં ક્લોરો મીઠાઈલ પ્લાન્ટમાં શનિવારે રાતે ગેસ ગળતરથી ૪ કામદારોના મોત જ્યારે ૬ ને ગંભીર અસર પોહચી હતી.શનિવારે કંપનીની મુલાકાત સાંસદ મનસુખ વસાવા અને વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાએ લીધી હતી.
કંપની સત્તાધીશોને જરૂરી તાકીદ કરવા સાથે મૃતકોના પરિજનોનો વળતરમાં વધુ ૧૦ લાખનો વધારો કરાવ્યો હતો.ઘટનામાં ડાયરેકટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે કંપનીમાં અન્ય ૪૩૪૮ કર્મચારીઓ ફરજ બજાવતા હોય તેઓના હિતને ધ્યાને લીધું છે.દુર્ઘટનાગ્રસ્ત સીએમએસ પ્લાન્ટ એક ને જ ક્લોઝરની તજવીજ હાથધરી છે.
અત્યાર સુધીની તપાસમાં ક્લોરો મીથાઈલ પ્લાન્ટમાં બોનેટ વાલ્વ ફેઈલ થતા ઝેરી ગેસ લીકેજ થયો હતો. ચાર મૃતકો અને અન્ય ૬ ગેસની અસર પામેલા કામદારો નજીકમાં યુટીલિટીમાં હોય પવનની દિશા તે તરફ હોવાથી ચપેટમાં આવી ગયા હતા. ડીઆઈએસએચ હાલ ટેક્નિકલ તપાસ ચલાવી રહી છે
અને કારખાના એકટ હેઠળ બેદરકારી અને ૪ લોકોના મૃત્યુમાં ય્હ્લન્ કંપની સામે ક્રિમિનલ કેસ પણ દાખલ કરવા તજવીજ હાથ ધરશે. બીજી તરફ જીપીસીબીની ટીમે પણ કંપનીની મુલાકાત લીધા બાદ હવે બે દિવસમાં પોતાનો રિપોર્ટ ગાંધીનગર આપશે.જે બાદ કંપની સામે નોટિસ ઓફ ડાયરેક્શન અને દંડનીય કાર્યવાહી થશે.