ગુજરાતના ચાર ઝોનમાં ફી નિયમન સમિતિના સભ્યોની નિમણૂક
( એજન્સી) અમદાવાદ રાજ્યમાં વર્ષ 2017થી ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતના FRCના સભ્યોની નિમણૂંક થઇ ન હતી જેથી શિક્ષણ વિભાગ દ્વારા આજે ચારેય ઝોનના અધ્યક્ષ સહિતના સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે.
અમદાવાદના અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ હર્ષિત વોરાની નિમણૂંક કરાઈ છે. FRCના હોદ્દેદારોની નિયુક્તિથી હવે સ્કૂલોએ કરેલી ફી વધારા દરખાસ્ત પર નિર્ણય થશે. ચારેય ઝોનના સભ્યોની ત્રણ વર્ષ માટે નિમણૂંક કરવામાં આવી છે. દરેક ઝોનમાં એક અધ્યક્ષ અને ચાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ચારેય ઝોનના FRCના સભ્યોની શિક્ષણ વિભાગ દ્વારા નિમણૂંક કરવામાં આવી છે. અમદાવાદના FRC અધ્યક્ષ તરીકે નિવૃત્ત પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ હર્ષિત વોરાની નિયુક્તિ કરાઈ છે.
શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે જીગર દેસાઈ, શિક્ષણ શાસ્ત્રી તરીકે યોગેશ રાવલ, સિવિલ એન્જિનિયર તરીકે જીમી પટેલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે દિવ્યાંગ પઢિયાની નિયુક્તિ કરાઈ છે. આ ઉપરાંત રાજકોટના અધ્યક્ષ તરીકે પી.જે. અગ્રાવત, સુરતના અધ્યક્ષ તરીકે અતુલ રાવલ અને વડોદરાના અધ્યક્ષ તરીકે મહમંદહનીફ સિંધીની નિમણૂંક કરાઈ છે.
અમદાવાદ ઝોન માટે નીચેના મુજબના અધ્યક્ષક્ષી અને સભ્યક્ષીઓ તરીકે આ ઠરાવની તારીખથી ૩ વર્ષ સુધી નિમણૂંક કરવામાં આવે છે. અમદાવાદ હર્ષિત ચંદુલાલ વોરા (અધ્યક્ષ અને નિવૃત્ત પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ), શ્રી જીગરકુમાર ઈશ્વરભાઈ દેસાઈ, યોગેશભાઈ મફતલાલ રાયલ (સભ્ય અને શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ, શિક્ષણ શાસ્ત્રી), જીગી મુકેશભાઈ પટેલ (સભ્ય અને સિવિલ એન્જિનિયર) શ્રી દિવ્યાંગ નરેન્દ્રભાઈ પડિયા (સભ્ય અને ચાર્ટર એકાઉન્ટન્ટ)ની નિમણૂક કરવામાં આવી છે.
રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે પ્રભુભાઈ સિંધવ, શિક્ષણ શાસ્ત્રી તરીકે મુકુન્દરાય મહેતા, સિવિલ એન્જિનિયર તરીકે પ્રવિણ વસાનિયા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હાર્દિક વ્યાસની નિમણૂંક કરાઈ છે. વડોદરામાં અધ્યક્ષ તરીકે મહમંદહનીફ સિંધી, શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે ધર્મેન્દ્રસિંહ રાજપૂત, શિક્ષણ શાસ્ત્રી તરીકે જયેશ પટેલ, સિવિલ એન્જિનિયર તરીકે ઇન્દ્રજિત પટેલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કૃણાલ બ્રહ્મભટ્ટની નિયુક્તિ કરાઈ છે.
સુરતમાં અધ્યક્ષ તરીકે અતુલ રાવલ, શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકે અમિત અગ્રવાલ, શિક્ષણ શાસ્ત્રી તરીકે શાંતિલાલ પટેલ, સિવિલ એન્જિનિયર તરીકે અભિજીતસિંહ સોલંકી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અતુલ સોજીત્રાની નિમણૂંક કરાઈ છે.