Western Times News

Gujarati News

ગુજરાત ગેસ કંપનીએ ઇન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતોમાં કર્યો ઘટાડો

આમ નહીં તો તેમ આખરે રાહત મળી ખરીઆ ઘટાડો ૧ જૂનથી લાગુ પડશે

કંપનીએ ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતો ઘટાડીને 38.43/SCM કરી દીધી છે

અમદાવાદ,ગુજરાત ગેસ દ્વારા પોતાના ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો ૧ જૂનથી લાગુ પડશે. સૂત્રો અનુસાર કંપનીએ ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતો ઘટાડીને ૩૮.૪૩/SCM કરી દીધી છે. હાલમાં ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતો ૪૦.૬૨/SCM છે. ૨૦૨૩માં ગુજરાત ગેસ દ્વારા આ પાંચમીવાર કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૦૨૩ની શરુઆતમાં ગુજરાત ગેસના ઈન્ડસ્ટ્રિયલ ગેસની કિંમતો ૪૭.૯૩/SCM હતી. Gujarat Gas Company has reduced the prices of industrial gas

આ કિંમતો ઘટાડવાની સાથે એવું કહેવામાં આવ્યું છે કે LNGની કિંમતોમાં આવેલા ઘટાડાને કારણે તેનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવામાં માટે ગેસની કિંમતો માટે ઘટાડો કરવામાં આવ્યો છે. આ પહેલા એપ્રિલમાં ગુજરાત ગેસ દ્વારા ઇન્ડસ્ટ્રિયલ સેગમેન્ટમાં ઉપયોગ થવાવાળા નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

કંપનીએ ૧ મેથી કિંમતોમાં ૫ રુપિયાથી વધુનો ઘટાડો કર્યો હતો. આ પહેલા GPSC સમૂહની ગુજરાત ગેસ દ્વારા કોમર્શિયલ PNG કિંમતોમાં ફેબ્રુઆરી મહિનામાં વધારો કર્યો હતો. ત્યારે પીએનજીની કિંમતો ૧.૫ રુપિયા પ્રતિ SCM વધારીને ૪૯.૫ રુપિયા કરવામાં આવી હતી. ગુજરાત ગેસ કંપનીએ તાજેતરમાં ૨૦૨૩ના ક્વાર્ટર ચારના પરિણામ જાહેર કર્યા હતા. જેમાં તેણે નફામાં ૧૬ ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો.

આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીનો નફો રુ.૩૬૯ કરોડ કર્યો હતો. જે ગત વર્ષની સમાન અવધીમાં રુ. ૪૪૪ કરોડ હતો. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના માટે શેરધારકોને રુપિયા ૨ની કિંમતના પ્રતિ ઈક્વિટી શેરે રુ. ૬.૬૫નું ડિવિડન્ડ જાહેર કર્યું હતું. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકગાળામાં કંપનીની આવક ૪,૦૭૩.૮૨ કરોડ રુપિયા રહી છે. જે એક વર્ષ પહેલાના સમયમાં ૪,૭૭૩.૩૭ રુપિયાની તુલનામાં ૧૪ ટકા સુધી ઘટી છે.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.