બોટ દ્વારા પોલિંગ સ્ટાફ પહોંચ્યો, ગુજરાતના આ મતદાન મથકે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં ગુરુવાર સવારથી જ શરૂ થયું હતું. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. Gujarat General Assembly Election – 2022 first phase voting is in progress, voting arrangement also set up at Ajad Island polling station of 81-Khambhalia Assembly Constituency.
ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારના અજાડ ટાપુ મતદાન મથક ખાતે બોટ દ્વારા પોલિંગ સ્ટાફને પહોંચાડવામાં આવ્યો હતો. અજાડ ટાપુ મતદાન મથક ટાપુ પર આવેલું છે.
આ મતદાન મથક ખાતે મતદાન સ્ટાફને મોટા આસોટાથી તેર કી.મી. જેટલા રસ્તા મારફતે ગડુ વિસ્તાર પહોંચી ત્યાંથી બોટ મારફત અંદાજિત ૪.૩ નોટીકલ માઈલ દરિયાઈ મુસાફરી કરી મતદાન સ્ટાફને મતદાન ખાતે પહોંચાડવામાં આવ્યો હતો.
આ ટાપુ પર ૫૨૪૩ મતદારો નોંધાયેલ છે. જિલ્લાભરમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.