ગુજરાત જાયન્ટસે અનકેપ્ડ કાશવી ગૌતમને બે કરોડમાં ખરીદી
મુંબઈ, વર્ષ ૨૦૨૩માં બીસીસીઆઈદ્વારા ડબલ્યુપીએલની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ ટુર્નામેન્ટના બીજા સિઝનની તૈયારીઓ શરુ થઇ ગઈ છે.
જેના માટે આજે મુંબઈમાં ડબલ્યુપીએલઓક્શન ૨૦૨૪નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ ઓક્શનમાં કુલ ૧૬૫ મહિલા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે, જેમાં માત્ર ૩૦ ખેલાડીઓની જ ખરીદી થવાની છે.
આ ૩૦ ખેલાડીઓમાંથી એક ખેલાડી કાશવી ગૌતમ છે. જેને ગુજરાત જાયન્ટ્સની ટીમમાં સામેલ કરવામાં આવી છે.
કાશવી ગૌતમ અનકેપ્ડ ખેલાડી છે. તેણે ૨૪ મેચમાં ૨૧૦ રન બનાવ્યા છે. તેની બેઝ પ્રાઈઝ ૧૦ લાખ રૂપિયા હતી.
કાશવીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે તમામ ફ્રેન્ચાઈઝીઓએ બોલી લગાવી હતી.
કાશવીને લઈને ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે જાેરદાર સ્પર્ધા હતી. તેની બોલી ૨ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. આ પછી યુપીએ ઘણું વિચાર્યું. પરંતુ અંતે ગુજરાત જાયન્ટ્સ જીત્યું.
ગુજરાતે તેને ૨ કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ સાથે કાશવી ડબલ્યુપીએલઈતિહાસની સૌથી મોંઘી અનકેપ્ડ ખેલાડી બની ગઈ છે. ૨૦ વર્ષીય કાશવીનું નામ વર્ષ ૨૦૨૦માં લાઇમલાઇટમાં આવ્યું હતું.
ડોમેસ્ટિક ક્રિકેટમાં અંડર-૧૯ વનડે ટુર્નામેન્ટની એક મેચમાં તેણે હેટ્રિક સાથે તમામ ૧૦ વિકેટ પોતાના નામે કરી હતી.
સિનિયર વિમેન્સ ્૨૦ ટ્રોફીમાં પણ કાશવીએ ૭ મેચમાં ૧૨ વિકેટ ઝડપી હતી. હાલમાં ઇન્ડિયા-છ માટે રમતા કાશવીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઇંગ્લેન્ડ-છ સામે ૨ ્૨૦ મેચમાં ૩ વિકેટ ઝડપી હતી. SS2SS