સરકારી કર્મચારીઓ કર્મયોગી એપ્લિકેશન સિવાય ઓફલાઈન પણ રજા મેળવી શકાશે

AI Image
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત સરકારે કર્મચારીઓ માટે રજૂ કરેલી કર્મયોગી એપ્લિકેશન હવે રજાની મંજૂરી માટે અનિવાર્ય બનતી જઈ રહી છે. જોકે હાલ અમુક પ્રકારની રજાઓ અને અમુક વિભાગોના કર્મચારીઓ માટે આ એપ્લિકેશન પૂર્ણતઃ કાર્યરત નથી, જેને લઈ રાજ્ય સરકારે વચગાળાની વ્યવસ્થા રૂપે ઓફલાઈન રજા મંજૂરીનો માર્ગ ખુલ્લો રાખ્યો છે.
સરકારે એક નવો પરિપત્ર બહાર પાડી વચગાળાની સુવિધાને મંજૂરી આપી છે. રાજ્ય સરકારના કર્મયોગી એપ્લિકેશનમાં હાલ અમુક શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ માટે લાગુ પડતી રજા વ્યવસ્થા સિસ્ટમમાં જોડી નથી. એટલે જ આ પ્રકારની રજાઓ માટે તેમની કચેરીના વડા દ્વારા આૅફલાઈન મંજૂરી અપાશે. કર્મયોગી એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે?
ગુજરાત સરકારના દરેક કર્મચારીઓ દ્વારા થતી કામગીરીની નોંધણી કર્મયોગી એપ્લિકેશનમાં કરવામાં આવે છે. માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલીના ભાગરૂપે કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેનો ઉપયોગ તમામ સરકારી કર્મચારી-અધિકારીઓ પોતાની હાજરી ભરવા ઉપરાંત રજાની મંજૂરી લેવા માટે કરે છે. પરંતુ આ એપમાં પરેશાની સર્જાતા સરકારે આ વચગાળાનો નિર્ણય લીધો છે.
શિક્ષણ વિભાગમાં કાર્યરત શિક્ષકોને વેકેશન મળતું હોય છે, જ્યારે અન્ય વિભાગોના કર્મચારીઓને બીજી અને ચોથા શનિવારે રજા હોય છે. આ રજાઓ દરમિયાન જો શિક્ષક દ્વારા રજાની અરજીઓ આપવામાં આવે, તો તે કર્મયોગી એપ્લિકેશનમાં મંજૂર થતી ન હતી. આવા સંજોગોમાં રજાની મંજૂરી અટવાતા શિક્ષકો અને અધિકારીઓને તકલીફ થતી હતી.
રાજ્ય સરકારે હવે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી તમામ પ્રકારની રજાઓ અને તમામ કૅલેન્ડરની માહિતી કર્મયોગી એપ્લિકેશનમાં સિસ્ટમેટિક રીતે અપડેટ ન થાય, ત્યાં સુધી ઓફલાઇન મંજુરીઓ ચાલુ રહેશે. રાજ્ય સરકારે પરિપત્રમાં સ્પષ્ટ સૂચના આપી છે કે દરેક કચેરીના વડાએ કર્મચારીની રજા, vચ, એલટીસી કે જાહેર રજાની અરજીઓનું યોગ્ય રીતે વિશ્લેષણ કરી મંજૂરી આપવી રહેશે
અને ત્યારબાદ તેની નોંધ જરૂરી દસ્તાવેજોમાં રાખવી પડશે. આવતા સમયમાં કર્મયોગી એપ્લિકેશનને સંપૂર્ણપણે સુદૃઢ બનાવવાના પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે જેથી ભવિષ્યમાં તમામ પ્રકારની રજાઓ, મંજૂરીઓ તથા કર્મચારી ડેટા એક જ પ્લેટફોર્મથી નિયંત્રિત થઈ શકે. આ નિર્ણયથી શિક્ષણ વિભાગ ઉપરાંત અન્ય વિવિધ વિભાગોમાં આવી અપૂર્ણતા હેઠળ આવતા કર્મચારીઓ માટે રાહતનો શ્વાસ લઈને નિર્ણય લેવાયો છે. કર્મયોગી એપ્લિકેશનની સંપૂર્ણ અમલવારી પછી આવી વચગાળાની વ્યવસ્થાનો અંત આવશે.