ખેડૂતોના સર્વાગી વિકાસ માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર

ગાંધીનગર, ગુજરાતે છેલ્લા બે દાયકામાં કરેલો વિકાસ દેશ-વિદેશના અર્થશાસ્ત્રીઓ, નીતિ નિર્ધારકો માટે એક કેસ સ્ટડી છે. એમાં પણ ગુજરાતનો કૃષિ ક્ષેત્રે થયેલો વિકાસ આજે દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે. ગુજરાત કૃષિ ક્ષેત્રે ડબલ ડિજિટમાં વિકાસ દર ધરાવતુ રાજ્ય છે.
ગુજરાતની કૃષિ ક્ષેત્રે પ્રગતિ રાતોરાત નથી થઈ. ગુજરાતના ખેડૂતોની મહેનત અને તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે લિધેલાં પગલાઓના કારણે રાજ્યના કૃષિ વિકાસમાં આંખે ઉડીને વળગે એવી પ્રગતિ થઈ છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં શરૂ કરેલી કૃષિ વિકાસની યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સુપેરે આગળ ધપાવી છે. જેની પ્રતિતિ વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં થઈ.
અંદાજપત્રમાં કૃષિમાં ગુણાત્મક વૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ, બાગાયત પાકો, ફાર્મ મિકેનાઇઝેશન, સ્માર્ટ ફાર્મિંગ તેમ જ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસીંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેમ જ નવી સરકારની રચના બાદ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ કરવામાં આવેલા ર્નિણયો રાજ્યના ખેડૂતો પ્રત્યેકની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જાેવા મળે છે.
રાજ્યના ખેડૂતોને ઉત્પાદિત ખેતપેદાશોને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે અને પોષણક્ષમ પ્રાપ્ત થાય તે આશયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ૈદ્ગડ્ઢઈઠ્હ્વની રાહે ૈદ્ગડ્ઢઈઠ્-છની સ્થાપના કરવાનો મહત્વનો ર્નિણય કર્યો છે. રાજ્યમાં ૈદ્ગડ્ઢઈઠ્-છની સ્થાપનાથી ગુજરાત વિશ્વમાં મોસ્ટ પ્રીફર્ડ એગ્રી બિઝનેશ ડેસ્ટિનેશન બનાવાની સાથે સાથે “ઈઝ ઓફ ડુઈંગ એગ્રી બિઝનેસ” માટે મહત્વની ભૂમિકા ભજવશે.
રાજ્યનો ખેડૂતો સૂક્ષ્મ સિંચાઇ દ્વારા વધુ પાક લઈ શકે તેથી ‘પર ડ્રોપ મોર ક્રોપ’ને પ્રોત્સાહન આપવા રાજ્યમાં સૂક્ષ્મ સિંચાઈના બજેટમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાતં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ ૧.૬૮ લાખથી વધુ ખેડૂતોને આશરે રૂ.૯૦ કરોડની સહાય સાથે ૧૩ જિલ્લામાં ૩૨ પ્રાકૃતિક ખેતી મંડળની રચના કરવામાં આવી છે.
ખેડૂતોને તેમના પાકના પોષણક્ષણ ભાવો મળી રહે તે માટે ૧૦ માર્ચથી ૯૦ દિવસ માટે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે તુવેરની પ્રતિ ક્વિ. રૂ.૬,૬૦૦ અને ચણાની પ્રતિ ક્વિ. રૂ.૫,૩૩૫ તેમજ રાયડાની પ્રતિ ક્વિ. રૂ.૫,૪૫૦ના ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે.
૫ હજારથી વધુ પશુપાલકોને પશુપાલન વ્યવસાયની રોજિંદી કામગીરીના ખર્ચને પહોંચી વળવા માટેના કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. ખેડૂતોને માહિતી માર્ગદર્શન મળતુ રહે તે જરૂરી છે. રાજ્યના ૨,૫૩,૯૦૬ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી છે.
તેમજ ૪૬,૪૯૮ ખેડૂતોને બાગાયતી કૃષિની વિશેષ તાલીમ અપાઈ છે. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-૨૦૨૩ અંતર્ગત રાજ્યના ૮ મહાનગરોમાં ‘મેગા સિટી મિલેટ એક્સ્પો’ યોજવામાં આવ્યોઃ ખેડૂતોને મિલેટ્સની ખેતી માટે તાલીમ આપવા જિલ્લા કક્ષાએ ૨૪ વર્કશોપ અને તાલુકા સ્તરે ૨૫૨ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટેરાજ્ય સરકારે વધુ એક ખેડૂતહિતલક્ષી ર્નિણય કરી તેમની પડખે ઉભી રહી છે. રાજ્યના ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂ. ૩૩૦ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે. ૩૩,૮૯૬ કૃષિ વિષયક કુવાઓનું વીજળીકરણ થતા કિસાનોને તેમના ખેતરમાં પાણી વ્યવસ્થા વધુ સુલભ બની શકી છે.
રોજડા અને ભુંડ જેવા પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે બજેટમાં રૂ.૪૦૦ કરોડની જાેગવાઈ કરી છે. તેમ જ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત રૂ.૨૫૦ કરોડ ફાળવી ખેડૂત વિકાસની પહેલ કરી છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા રૂ.૨૦૩ કરોડ ફાળવવામાં આવ્યા છે. એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા રૂ.૨૦૦ કરોડની જાેગવાઈ કરી છે. ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ રૂ.૧૨૫ કરોડની ફાળવણી કરી ખેડૂત પરિવારો પ્રત્યને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા નોંધાયેલી ગાયની નવી પ્રજાતિ “ડગરી”ને રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંશાધન બ્યુરો (દ્ગમ્છય્ઇ) દ્વારા માન્યતા પ્રમાણપત્ર એનાયત કરાયુ છે. ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા ડિજિટલ ટેકનોલોજી અપનાવવાના ભાગ રૂપે સેવા સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન માટે ગુજરાતની ૫,૭૫૪ સેવા સહકારી મંડળીઓની પસંદગી કરવામાં આવી છે. આ માટે ભારત સરકારના ફાળા સહિત કુલ રૂ.૧૨,૩૬૨.૭૨ લાખની માતબર રકમની આર્થિક જાેગવાઈ વર્ષ ૨૦૨૩-૨૪ માટે કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં પશુપાલન, ડેરી વિકાસ અને ગૌસંવર્ધન ક્ષેત્રની મુખ્ય બાબતોમાં ૧૨ દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે પશુ ખરીદી પર વ્યાજ સહાય તેમજ અન્ય આનુષાંગિક સુવિધાઓ માટે સહાયની યોજના માટે રૂ. ૫૦ કરોડની જાેગવાઈ તેમજ ગાભણ અને વિયાણ થયેલ પશુઓ માટે ખાણ-દાણ સહાયની યોજના માટે રૂ. ૪૪ કરોડની જાેગવાઈ કરીને પશુપાલકો ને સીધો જ લાભ થાય એવી ઉપલબ્ધ યોજનાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ગૌવંશના નિભાવ માટે રાજ્યની ગૌશાળા-પાંજરાપોળો અમુલ્ય ફાળો આપી રહી હોય ત્યારે રાજ્યની આવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશનાં પોષણ અને નિભાવ માટે આર્થિક રીતે સહાયરૂપ થવા જીવદયાને વરેલી રાજય સરકારે ૨૦૨૨-૨૩ માટે જાહેર કરેલ “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના”ની સહાય માટે રૂ.૫૦૦ કરોડની જેટલી માતબર રકમની જાેગવાઈ વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રમાં કરાઈ છે. કૃષિકારોના સર્વાંગી વિકાસ માટે સરકાર મકકમ પગલાં લઈ રહી છે.