Western Times News

Gujarati News

રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને DAમાં વધારો થતાં લાભ થશે

સરકારી કર્મચારીઓના ડીએમાં ૨ ટકાનો વધારો કરાયો

ગાંધીનગર, ગુજરાત સરકારે ફરી એકવાર સરકારી કર્મચારીઓને આનંદના સમાચાર આપ્યા છે. આજે મળેલી કેબિનેટમાં રાજ્યના સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓના ડીએમા ૨ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૨૫મા કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારો આપ્યો હતો, ત્યારથી તેઓ રાહ જોઈ રહ્યા હતા. હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને ૫૩% ડીએ મળે છે. આજની કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

જોકે, આ વધારેલું ડીએ ક્્યારેથી લાગુ થશે તે અંગે હજુ માહિતી સામે આવી નથી. રાજ્યના સરકારી કર્મચારીઓને માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓના ડીએમાં વધારો કરશે. રાજ્ય સરકારના કર્મચારીઓને હાલ ૫૩% ડીએ મળે છે, હવેથી ૫૩ના બદલે હવે રાજ્યના કર્મચારીઓને ૫૫ ટકા ડીએ મળશે. જોકે, વધારેલું ડીએ ક્્યારથી લાગુ થશે તે અંગે સત્તાવાર જાહેરાતમાં ખબર પડશે.

૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ ૨% ડીએમાં વધારો કર્યો તે રાજ્ય સરકારે તાત્કાલિક ૧૫ દિવસમાં અમલ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારને પગલે હવે રાજ્ય સરકારે પણ ૨% ડીએમાં વધારો કર્યો છે. પહેલી જાન્યુઆરીથી તફાવતની રકમ એપ્રિલ મહિનાના પગારમાં ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે. કુલ નવ લાખ કર્મચારી અને પેન્શનરોનું લાભ રહેશે. આ નિર્ણય રાજ્ય સરકારના કર્મચારીઓ માટે છે. બોર્ડ નિગમના કર્મચારીઓનો લાભ નહીં મળે. આ નિર્ણય સરકાર હવે પછી લેશે.

રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૬ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ મોંઘવારી ભથ્થાની ૩ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-૨૦૨૫ના પગાર સાથે ચૂકવવામાં આવશે.આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૮ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૮૧ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

એટલું જ નહિ, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને રૂ.૨૩૫ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂ.૯૪૬ કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે. રાજ્ય મંત્રીમંડળની બેઠકે કરેલા આ નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.