ગુજરાત સરકારે પોતાની અધિકૃત Whatspp ચેનલ શરૂ કરી
અમદાવાદ, લોકોને માહિતી પહોચાડવા અને લોકો સાથે સંપર્ક સાધવા મુખ્યમંત્રી કાર્યાલયનો નવતર પ્રયોગ. ૨ વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલયે વોટસએપ ચેનલ શરૂ કરી છે. સચોટ જાણકારી નાગરિકો સુધી પહોંચે તે માટેનો CMOનો પ્રયાસ છે. છેવાડાના પ્રત્યેક માનવી સુધી વિકાસના લાભ પહોંચે તેવી રાજ્ય સરકારની પહેલ છે.
મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાતે પોતાની અધિકૃત Whatspp ચેનલ શરૂ કરી છે. ચેનલ દ્વારા મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઇને વિકાસના વિવિધ કાર્યો અંગેની અદ્યતન જાણકારી મેળવી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં વિવિધ જનહિતકારી યોજનાઓ અને વિકાસના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે.
આ અંગેની સચોટ જાણકારી નાગરિકો સુધી પહોંચે અને છેવાડાના પ્રત્યેક માનવી સુધી વિકાસના લાભ પહોંચે તેવી રાજ્ય સરકારની નેમ છે. આ હેતુ સાથે મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાતે પોતાની અધિકૃત Whatspp ચેનલ શરૂ કરી છે. જેની પર આપ માનનીય મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઇને વિકાસના વિવિધ કાર્યો અંગેની અદ્યતન જાણકારી મેળવી શકશો. આપ સૌનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે.SS1MS