Western Times News

Gujarati News

ગુજરાત અને ભારતે સદૈવ સમગ્ર વિશ્વને આધ્યાત્મિક અને માનવીય દિશામાં માર્ગદર્શન આપ્યું છે : આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામે ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આયોજિત કિસાન સંમેલનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું પશુપાલકો અને ખેડૂતોને પ્રેરક માર્ગદર્શન

ગોગા મહારાજ ધામ યુવા પેઢી માટે આધ્યાત્મિક ચેતના  અને ગ્રામ્ય સંસ્કૃતિનું અનન્ય ધામ

     ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામની પાવન ભૂમિ પર નિર્મિત ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ  પશુપાલકો અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સમગ્ર ગામજનોને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કેભારત દેશ સંતોમહાત્માઓઋષિ-મુનિઓ અને તપસ્વીઓની ભૂમિ રહી છે. આ ભૂમિ આધ્યાત્મિક જાગૃતિસહિષ્ણુતાભાઈચારો અને સાંસ્કૃતિક મૂલ્યોની પરંપરાનું પ્રતિક રહી છે. ગુજરાત સહિત સમગ્ર ભારતે સદૈવ સમગ્ર વિશ્વને આધ્યાત્મિક અને માનવીય દિશામાં માર્ગદર્શન આપ્યું છે. શ્રી ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કૃષિ સંમેલન યોજાયું હતુંજેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેવેદોમાં કહેવામાં આવ્યું છેપરમાત્મા એક છેપરંતુ આપણે વિવિધ રૂપ અને નામથી પૂજતા હોઈએ છીએ. એ ભારતની વિશેષતા છે કેઅહીં માત્ર દેવી-દેવતાઓ જ નહીં પરંતુ દરેક જીવજંતુનદીઓવૃક્ષો અને પ્રાણીઓમાં પણ દિવ્યતાનું અસ્તિત્વ માનવામાં આવે છે. તેમણે ગોગા મહારાજ ધામને યુવાપેઢી માટે આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર ગણાવ્યું અને જણાવ્યું કેઆવા પ્રસંગોથી ધર્મભાવનાનું જાગરણ તો થાય છે સાથે સાથે આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું પણ સંવર્ધન પણ થાય છે.

પશુપાલકો અને ખેડૂતોને પોતાના પશુપાલન અને પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો જણાવતાં  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેતેઓ પોતે પણ ખેડૂત છે અને આજે પણ તેમણે પ્રાકૃતિક ખેતી તથા ગૌપાલનની જીવન શૈલી અપનાવી છે. તેમણે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું કેઘણા ખેડૂતોમાં ગેરસમજણ છે કેપ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે. જ્યારે કે એ પૂર્ણપણે ખોટી માન્યતા છે.

ભારત સરકારના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની સરાહના કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોની પીડા અને જાહેર સ્વાસ્થ્ય સામેના પડકારોને સમજીને પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે. આજે ગુજરાતના સાડાનવ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છેઆ એક ક્રાંતિ છે. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે બહારથી કશુ લાવવાની જરૂર નથી. દેશી ગાયના ગોબર-ગૌમૂત્ર દ્વારા બનેલા જીવામૃતબીજામૃતઘન જીવામૃત તથા આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિઆ પાંચ આયામો પ્રાકૃતિક ખેતીના પાયા છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જમીનને ઊપજાઉ બનાવે છેપાકને શુદ્ધ-ગુણવત્તા યુક્ત બનાવે છે અને આરોગ્ય પણ શ્રેષ્ઠ બનાવે છે.

રાજ્યપાલશ્રીએ સૌ ગામજનોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાપોતાની જમીન તથા પરિવારને સુરક્ષિત બનાવવા અને આવનારી પેઢી માટે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા આહવાન કર્યું હતું. તેમણે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને અપીલ કરી કે તેઓ ગોગા મહારાજના ચરણોમાં સંકલ્પ લે કેતેઓ હવે પ્રાકૃતિક ખેતી અપનાવશેએક દેશી ગાય પાડશે અને  રાસાયણિક ખેતી કરીને પ્રાણ લેનારા નહીંપણ પ્રાકૃતિક ખેતી કરીને પ્રાણ આપનારા બનશે.

બાળકોના સંસ્કાર અને શિક્ષણની વિષે વાત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કેઆજના સમયમાં સૌથી મોટી મૂડી છે સંસ્કારવાન સંતાન. જો બાળકોને યોગ્ય શિક્ષણસદવિચાર અને પોષણ મળશે તો તેઓ દેશ માટે અમુલ્ય સંપત્તિ સાબિત થશે. તેમણે ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરે સૌના શાંતિમય અને સમૃદ્ધ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે ગ્રામવાસીઓને ગોગા મહારાજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભકામનાઓ પાઠવતા કહ્યું કેસંતો મહંતો અને ધર્મ વ્યક્તિ નિર્માણનું કાર્ય કરે છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશને સ્વચ્છ બનાવવા – સ્વચ્છતા હી સેવાવૃક્ષનું જતન થાય તે માટે – એક પેડ માં કે નામદેશના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા – વિકાસ ભી વિરાસત ભીશિક્ષણના સ્તરની ઊંચું લાવવા – નવી શિક્ષણ નીતિ 2020, તેમજ વીજળી બચાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે નવતર અભિયાનો ચલાવ્યા છે. મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રવ્રતજી લોકોના આરોગ્ય અને પ્રકૃતિના જતન માટે સતત પ્રાકૃતિક કૃષિ અંગેનો પ્રચાર કરી રહ્યા છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજ્યપાલ શ્રી રાજ્યભરમાં ખેડૂતો સાથે સતત કાર્યક્રમમાં હાજર રહી ખેડૂતોને માર્ગદર્શન આપીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરે છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલપૂર્વ સહકારી મંત્રી શ્રી વાડીભાઈ પટેલસરઢવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કિરીટભાઈ પટેલધર્મ ગુરુ ગાદીટીંટોડાના મહંત શ્રી લખીરામજી બાપુગોગાધામ સરઢવના શ્રી લાલજીભાઈ રબારી સહિતના મહાનુભાવોઆમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.