Western Times News

Gujarati News

પ્રાકૃતિક ખેતીથી જ બચશે પાણી, જંગલ, જમીન અને જીવ : રાજ્યપાલ 

પદ્મશ્રી યોગેશ્વર દત્તે કહ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાકૃતિક ખેતી મિશનને મજબૂત કરશે દેશના તમામ ખેલાડીઓ

ઓલિમ્પિયન પદ્મશ્રી યોગેશ્વર દત્તના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીનો પરિચય મેળવવા ગુરુકુલ કુરુક્ષેત્ર પહોંચ્યા અનેક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ

રાજ્યપાલ અને દેશ-વિદેશમાં પ્રાકૃતિક ખેતીના પ્રબળ પ્રચારક શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કેપ્રાકૃતિક ખેતી આજના સમયની અનિવાર જરૂરિયાત છેકારણ કે પ્રાકૃતિક ખેતીથી જ આપણે પાણીજંગલજમીન અને જીવને બચાવી શકીશું. તેમણે કહ્યું કે રાસાયણિક ખેતીને કારણે દેશના ઘણા રાજ્યોમાં ભૂમિગત જળસ્તર સતત ઘટી રહ્યું છે અને જમીન પણ બંજર બની રહી છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હરિયાણામાં ગુરુકુલ કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય પહેલવાન પદ્મશ્રી યોગેશ્વર દત્તના નેતૃત્વમાં પધારેલા 70 થી વધુ મહાનુભાવોના એક પ્રતિનિધિમંડળને મળ્યા હતાજેમાં 23 પ્રખ્યાત ખેલાડીઓ ઉપરાંત વિવિધ ગ્રામ પંચાયતોના પ્રતિનિધિઓ અને ખેડૂતમિત્રો સામેલ હતા. ખેલાડીઓમાં ઓલિમ્પિક મેડલિસ્ટદ્રોણાચાર્ય એવોર્ડીધ્યાનચંદ એવોર્ડીઅર્જુન એવોર્ડીભારત કેસરીહિંદ કેસરીએશિયન અને રાષ્ટ્રમંડળ રમતોના મેડલ વિજેતાઓ પણ સામેલ હતા.

શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કેપ્રાકૃતિક ખેતીમાં એક દેશી ગાયના ગોબર અને ગોમૂત્રથી 30 એકર જમીન પર ખેતી કરી શકાય છે અને ખેડૂતને કોઈપણ પ્રકારના પેસ્ટીસાઇડયુરિયાડીએપી વગેરે ખેતરમાં નાખવાની જરૂર પડતી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘણા લોકોને ભ્રમ છે કે પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી એક જ છે પરંતુ તે બંને એકબીજાથી સંપૂર્ણ વિપરીત છે. તેમણે જણાવ્યું કેહિમાચલ પ્રદેશમાં તેમના પ્રયત્નોથી 3 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છેતેવી જ રીતે ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી સારું ઉત્પાદન લઈ રહ્યા છે.

પદ્મશ્રી પહેલવાન યોગેશ્વર દત્તે કહ્યું કેહરિયાણાના મોટાભાગના ખેલાડીઓ ખેડૂત પરિવારોમાંથી આવે છેજે પોતાના માટે તો અનાજ ઉગાડે છે જદેશના અન્ય વિસ્તારોમાં પણ ઘઉંધાન વગેરે સપ્લાય કરે છે. આવામાં  બધા ખેલાડીઓ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી મિશનને ગતિ આપવાનો કાર્ય કરશે. તેમણે હરિયાણા સહિત દેશના તમામ ખેલાડીઓને આહ્વાન કર્યું કેતેઓ પોતાના પરિવારગામ અને વિસ્તારમાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરે. જે મિત્રો જમીનસ્તર પર પ્રાકૃતિક ખેતીનો પ્રચાર નહીં કરી શકેતેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી મિશનને વધુમાં વધુ પ્રસારીત કરે જેથી કરીને ખેતીબંજર બનતી જમીન અને પ્રદૂષિત થતા જળ અને પર્યાવરણને બચાવી શકાય.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ તમામ ખેલાડીઓ સાથે ગુરુકુલની અદ્યતન ગૌશાળાએનડીએ વિંગવિદ્યાલય ભવન સહિત વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. તેમણે જીવામૃત અને ઘનજીવામૃત નિર્માણ કેન્દ્ર પર પ્રાકૃતિક ખેતીમાં વપરાતા વિવિધ ઘટકોની વિગતવાર માહિતી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.