Western Times News

Gujarati News

સાણંદ નજીક વિશાળ મલ્ટિ મોડેલ લોજેસ્ટિક પાર્ક બનશે

વિરોચનનગરમાં ૧૪પ૦ એકરમાં અંદાજિત પ૦ હજાર કરોડના રોકાણ સાથે પાર્કમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર હશે

ગાંધીનગર,  રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ સેઝ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ હબ નજીક વિરોચનનગરમાં ૧૪પ૦ એકર વિસ્તારમાં અંદાજિત રૂ. પ૦ હજાર કરોડના સંભવિત રોકાણ સાથે ભારતનો સૌથી વિશાળ મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થાપવા માટેના એમઓયુ કર્યા છે.

રાજ્ય સરકાર વતી આ એમઓયુ પર મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ-ખાણ અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ અને અદાણી પોર્ટસ એન્ડ સેઝ લિ. ના સીઈઓ કરણ અદાણીએ પરસ્પર હસ્તાક્ષર કર્યા હતા. આ પાર્ક ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર તેમજ ગુજરાતના તમામ મુખ્ય બંદરો સાથે સીધું જાેડાણ ધરાવનારો અદ્યતન સુવિધાયુકત પાર્ક બનશે.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્યું કે આ પાર્કમાં સ્થપાનાર એર કાર્ગો ટર્મિનલ ૪.૬ કિ.મી લંબાઈનો રનવે ધરાવતું હશે, જેના પરિણામે અત્યંત મોટા માલવાહક વિમાનો કે હવાઈ જહાજાેને હેન્ડલ કરી શકશે અને તેથી સ્થાનિક અને એક્સ્પોર્ટ માર્કેટ સાથે કનેક્ટિવીટી મળશે.

આ પાર્કમાં રેલ ફ્રેઈટ ટર્મિનલ પણ હશે તેની દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પ્રોજેક્ટના ભાગરૂપ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર સાથે સીધી કનેક્ટિવીટી આપવામાં આવશે.

૯૦ લાખ અહિં ચોરસ ફૂટ વિસ્તારમાં વેરહાઉસ ઝોન વિકસાવવામાં આવશે, જે એર ફ્રેઈટ સ્ટેશન (૪.૫ મેટ્રિક ટન), ગ્રેડ-એ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાથી સજ્જ હશે. આ ઉપરાંત, આ પાર્કમાં ૩ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બિઝનેસ સેન્ટર અને લોજિસ્ટીક ક્ષેત્રે પ્રશિક્ષિત માનવબળ મળી રહે તે માટે એક અલાયદું સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર પણ સ્થાપવામાં આવશે.

આ પાર્કની સ્થાપના અંગેની તમામ જરૂરી કાયદાકીય મંજુરીઓ મળ્યા બાદ છ મહિનામાં નિર્માણ કાર્ય શરૂ કરીને તબક્કાવાર ત્રણ વર્ષમાં સમગ્ર પ્રોજેકટ પૂર્ણ કરવાનું આયોજન છે. આ પાર્કમાં સ્થાપિત વેરહાઉસમાં ૩૮ લાખ ચોરસ ફૂટમાં ટેક્સ્ટાઈલ, બલ્ક, ઈ-કોમર્સ અને બીટીએસ સુવિધાઓ; ૯ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બોન્ડેડ વેર હાઉસીસ, ૪ લાખ ગ્રેડ-એ પેલેટાઈઝ્‌ડ ફેસિલીટી અને ૬૦,૦૦૦ પેલેટ્‌સની ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ પેલેટાઈઝ્‌ડ ફેસિલીટી હશે. ૩.૩ લાખ ક્ષમતા સામે આ કન્ટેનર યાર્ડમાં ચાર હેન્ડલીંગ લાઇન સાાથેના ટીઈયુ (ટ્‌વેંન્ટી ફૂટ ઈક્વીવેલન્ટ્‌સ) હશે.

આ ઉપરાંત, અન્ય કાર્ગો હેન્ડલિંગ આંતરમાળખામાં સ્ટીલ કાર્ગો યાર્ડ ૪ લાખ મે.ટન, કાર યાર્ડ (૩૦,૦૦૦ કાર), એગ્રી સિલોસ (૧ લાખ મે.ટન), પીઓએલ ટેન્ક ફાર્મ (૩.૫ લાખ કે.એલ) અને સીમેન્ટ સિલોસ (૧ લાખ મે.ટન) સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.