Western Times News

Gujarati News

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં GST આવકનો વૃધ્ધિ દર 14% નોંધાયો

AI Image

Ahmedabad, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં રાજ્ય કર વિભાગને જીએસટી હેઠળ ₹ ૭૩,૨૮૧ કરોડની આવક થયેલ છે જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં થયેલ આવક ₹ ૬૪,૧૩૩ કરોડ કરતાં ૧૪% થી વધુ છે. અત્રે ઊલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સ્તરે જીએસટી આવકનો ગ્રોથ રેટ ૯.૪% રહેલ છે.

રાજ્યને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં વેટ હેઠળ ₹ ૩૩,૮૯૬ કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ ₹ ૧૧,૭૪૧ કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹ ૨૬૧ કરોડ ની આવક થયેલ છે. આમ, જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ ₹ ૧,૧૯,૧૭૮ કરોડની આવક થયેલ છે.

માર્ચ-૨૦૨૫માં રાજયને જીએસટી હેઠળ રૂ.૬,૧૯૩ કરોડ, વેટ હેઠળ રૂ.૨૭૯૩ કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ રૂ.૧૩૨૫ કરોડ તેમજ વ્યવસાય વેરા થકી રૂ. ૨૪ કરોડ આવક થઇને કુલ આવક રૂ.૧૦,૩૩૫ કરોડ થયેલ છે.

જીએસટી હેઠળ જાહેર કરવામાં આવેલ એમનેસ્ટી સ્કીમનો કરદાતાઓ દ્વારા બહોળો પ્રતિસાદ સાંપડયો છે. રૂ.૫૮૩ કરોડનું માંગણું સંડોવાયેલ હોય તેવી ૪,૧૨૦ વિવાદ અરજીઓ કરદાતાઓએ પરત ખેંચેલ છે. રાજ્યકર વિભાગના ૧૦૨૧૧ કેસોમાં કરદાતાઓએ ફકત વેરાની રકમ ભરી આ યોજનાનો લાભ મેળવવા પાત્ર બન્યા છે. જે અન્વયે રૂ. ૨૭૩ કરોડનો વેરો ભરેલ છે જેથી અંદાજીત રૂ.૪૭૯ કરોડ ઉપરાંતનો વ્યાજ અને દંડના માફીનો લાભ મળવાપાત્ર બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.