Western Times News

Gujarati News

આયુર્વેદ અને આધુનિકતા સાથે ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમાં પ્રગતિ કરી છેઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી #VGGS2024 ના પૂર્વાર્ધરૂપે ગાંધીનગર ખાતે આયોજિત પ્રિ-વાઇબ્રન્ટ હેલ્થ સમિટ ‘Holistic Healthcare’ નો શુભારંભ કરાવ્યો હતો.

રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી તેમજ આરોગ્ય ક્ષેત્રના દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘Good Health and Well-being for All’ થીમ પર આયોજિત આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના હેલ્થકેર સેક્ટરને વિશ્વકક્ષાનું બનાવીને આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય રજૂ કર્યું છે જેમાં ગુજરાત અગ્રેસર બનીને કાર્યરત છે.

આયુર્વેદ અને આધુનિકતા સાથે ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમાં કરેલ પ્રગતિ તેમજ રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે છેવાડાના માનવી સુધી વિસ્તરેલ આરોગ્ય સેવાઓના વ્યાપનો ચિતાર આપતાં મુખ્યમંત્રીશ્રીએ ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ઉપકરણોના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં અગ્રેસર ગુજરાતની સિદ્ધિઓને વર્ણવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રિ-વાઇબ્રન્ટ હેલ્થ સમિટમાં થનાર સામુહિક વિચારમંથનને વડાપ્રધાનશ્રીના ‘Health For All’ વિઝનને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.