Western Times News

Gujarati News

ગુજરાતમાં હિટવેવની આગાહીઃ નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં અસહ્ય ગરમીથી નાગરિકો ત્રાહિમામ ઃ કામ વગર ઘરથી બહાર ન નીકળવા અપીલ

ગાંધીનગર, ગુજરાતના ૯ જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ, ૬ જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને ૫ જિલ્લાઓમાં ગરમીનું યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી ૪૮ કલાક હિટ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે.

મહત્વનું છે કે, રાજ્યમાં સમાન્ય કરતા ૫થી ૮ ડિગ્રી તાપમાન ઊંચકાયું છે. આ તરફ રાજ્યના કેટલાક ભાગોમાં આજે સિવિયર હિટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાનની આગાહી પ્રમાણે ૪૮ કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૨ થી ૩ ડિગ્રી તાપમાન ઘટશે, આ સાથે ૪૩ ડિગ્રી ઉપર તાપમાન જઇ શકે છે. આ તરફ રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસ દ્વારા રાજ્યના ૭ જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ, ૬ જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને ૫ જિલ્લાઓમાં ગરમીનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

જે મુજબ કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સુરતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ તરફ અમરેલી, નવસારી, વલસાડ, તાપી અને વડોદરામાં યેલો એલર્ટ અપાયુ છે. મહત્વનું છે કે, ૪૮ કલાક બાદ ગરમીથી આંશિક રાહત મળશે.

રાજ્યમાં હીટવેવની આગાહીની વચ્ચે રાજકોટમાં યલો અલર્ટ જાહેર કરાયું છે. આ તરફ યલો એલર્ટને લઈ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરાઇ છે કે, બપોરના સમયે કામ વગર બહાર નિકળવાનું ટાળો. આરોગ્ય વિભાગે કહ્યું, બપોરના પીક અવર્સમાં લૂ લાગવાના કિસ્સા વધુ બને છે. આ સાથે અપીલ કરી છે કે, બપોરના સમયે બહાર નિકળવાનું થાય તો સુતરાઉ કપડા પહેરીને નિકળવું. આ સાથે દર કલાકે ૧ થી દોઢ ગ્લાસ પાણી પીવા અપીલ કરાઇ છે.

રાજ્યમાં અચાનક જ ગરમીનો પારો વઘ્‌યો છે અને ગણતરીના દિવસોમાં જ તાપમાન ડિગ્રીની આસપાસ પહોંચી ગયુ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના ૧૦ જીલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે ત્યારે અમદાવાદ શહેરને રેડ એલર્ટમાં મુકવામાં આવ્યુ છે, જેમાં બપોરના ૧૨ વાગ્યાથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક ઓછો જોવા મળ્યો હતો.

ગરમીને માત આપવા માટે લોકો વાહન ચલાવતી વખતે મોઢે રૂમાલ અને મફલરનો સહારો લેતા કેમેરામાં કેદ થયા છે. આ સાથે અનેક લોકો શેરડીના જ્યુસ અને ફ્રુટ ડિશ ખાતા પણ નજરે પડ્‌યા છે. આમ ગરમીની અસર સીઘી અમદાવાદ શહેરમાં જોવા મળી હતી જ્યારે ગુજરાત યુનિવર્સિટીનો રોડ જે હંમેશા ગાડીઓથી ભરચક જોવા મળે છે તે રોડ પર પણ એકલ-દોકલ વાહનો જોવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.