ગુજરાતના આ તાલુકામાં ભારે વરસાદને કારણે લીલા દુકાળની ભિતી
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ધોધમાર અઢી ઇંચ વરસાદ ૫ડી જતા સર્વત્ર ૫ાણી ૫ાણી થઇ ગયું હતું સતત વરસાદને કારણે લીલો દુકાળ ૫ડવાની ભીતિ સર્જાઈ છે.
ડોળાસા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ પડવાથી લગભગ તમામ ખેતરો પાણીથી લથબથ ભર્યા છે. મગફળી પાક પાણીમાં ગરક થયો છે અને જરૂર કરતા બહુ વધારે વરસાદ પડી જતા મોલાતને ભારે નુકસાન થયું છે. અડવી, બોડિદર, ડોળાસા, વેળવાં-ફાફણી રોડ પર વરસાદનાં પાણી ફરી વળ્યા છે.