Western Times News

Gujarati News

ગુજરાતમાં ૨૧ ઓગસ્ટથી ફરીથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદ જે રીતે ગાયબ થઈ ગયો છે, તેની હજી સુધી પધરામણી થઈ નથી. ત્યારે હવે નવી આગાહીથી કદાચ રાહત મળી શકશે. હાલ તો આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ એલર્ટ નથી.

માત્ર આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. પરંતું હવામાન વિભાગે જે લેટેસ્ટ અપડેટ આપ્યા છે તે ખુશીના છે. હવામાન વિભાગે જણાવ્યુ કે, ૨૧ ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ ફરીથી રાજ્યમા ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ૨૧ ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો રહેશે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી ૫૧૩ દ્બદ્બ વરસાદ સામે ૫૩૬ દ્બદ્બ વરસાદ નોંધાયો છે.

હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે. હાલ અરબી અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિÂષ્ક્રય છે. ગુજરાત પર વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી. ૧૭-૧૮ ઓગસ્ટએ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનશે. જેમાં ૧૭થી ૨૧ ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે.

૧થી ૩ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. ૨૨થી ૩૦ ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે. તેમણે આગાહી કરી કે, ૨૫ ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.