“ગુજરાત હાઈકોર્ટ ખાતે અદ્દભૂત ધ્વજવંદન સમારોહ”!!
ગુજરાત હાઈકોર્ટ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ન્યાયાધીશોએ,વકીલોએ અને પોલીસ અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો ! કાયદાના શાસન માટે કામ કરતી ત્રણેય પાંખ એક મંચ ઉપર હોય તો કોઈની આઝાદી કોઈ છીનવી શકે ખરૂં ?!
તસ્વીરમાં ડાબી બાજુથી ગુજરાત બાર કાઉÂન્સલના સભ્ય અને ગુજરાત હાઈકોર્ટના સીનીયર કાઉÂન્સલ શ્રી પરેશભાઈ જાની જેઓ અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ હતાં ! વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી બિરેનભાઈ વૈષ્ણવ સાથે દ્રષ્ટિગોચર થાય છે ! જયારે જમણી બાજુમાં અમદાવાદ બારના પૂર્વ અગ્રણી અને એડવોકેટ શ્રી કૌશિકભાઈ આચાર્ય દ્રશ્યમાન થાય છે !
જયારે બીજી તસ્વીરમાં ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ શ્રી બિરેનભાઈ વૈષ્ણવ સાથે જમણી બાજુથી પોલીસ ઈન્સ્પેકટર શ્રી નરેન્દ્રસિંહ જે. ડાભી દ્રશ્યમાન થાય છે ! જયારે તેમની સાથે અન્ય પોલીસ અધિકારીઓ દ્રશ્યમાન થાય છે ! આમ આઝાદીના પર્વની ઉજવણીમાં ન્યાયાધીશોએ, ધારાશાસ્ત્રીશ્રીઓએ તથા પોલીસ અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ! તેની આ બોલતી તસ્વીર છે !
પરંતુ આ સાથે ન્યાયાધીશો સાથે બંધારણીય જવાબદારી નિષ્પક્ષ અને નિડરતાથી નિભાવાય તો પ્રજાની આઝાદી અને સલામત અને એકતાને કોઈ રાજકારણ તોડી શકશે નહીં અને કાયદાનું શાસન અકબંધ રહેશે ?! ( તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એન. વી. રમનાએ કહ્યું છે કે, “એક સ્વતંત્ર સમાજ તરીકે આપણું અÂસ્તત્વ ટકાવી રાખવા માટે “કાયદાનું શાસન” એક મોટી આશા છે”!! ગુજરાત હાઈકોર્ટ ખાતે ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી બિરેનભાઈ વૈષ્ણવની અધ્યક્ષતામાં યોજાયેલ ધ્વજવંદન સમારોહ સમયે કાયદાના શાસનની રખેવાળી કરતી અને ન્યાય પ્રક્રીયામાં સક્રીય ભૂમિકા નિભાવતા વકીલો,
ન્યાયાધીશો અને પોલીસ અધિકારીઓ જોગાનું જોગ સાથે મળ્યા ?! ખરેખર વકીલો, ન્યાયાધીશો અને પોલીસ અધિકારીઓ કાયદાના શાસનને પ્રસ્થાપિત કરવા એક થઈ બંધારણીય જવાબદારી એક થઈ નિભાવે તો સમાજમાં ન્યાય, સમાનતા અને માનવતા મહેંકી ઉઠે ! કદાચ શ્રી પરમેશ્વરને પણ ખુશી થાય ! અને લોકોની આઝાદી સલામત રહે !
ગુજરાત હાઈકોર્ટ ખાતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂર્વ ન્યાયાધીશોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની મહાનતાને બિરદાવી !!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટ ખાતે યોજાયેલ ધ્વજવંદન સમારોહની છે ! જેમાં મોટી સંખ્યામાં ગુજરાત હાઈકોર્ટના વર્તમાન ન્યાયમૂર્તિશ્રીઓ તથા પૂર્વ ન્યાયાધીશશ્રીઓ ઉષ્માભર્યા માહોલ સાથે ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયેલા દ્રશ્યમાન થાય છે ! ગુજરાત હાઈકોર્ટના વર્તમાન વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી બિરેનભાઈ વૈષ્ણવ સાથે અન્ય ન્યાયમૂર્તિશ્રીઓ દ્રશ્યમાન થાય છે !
જયારે અન્ય તસ્વીરમાં ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટીસ શ્રી સી. કે. બુચ, પૂર્વ જસ્ટીસ શ્રીમતી અભિલાષાકુમારીજી, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટીસ સુશ્રી સોનિયાબેન ગોકાણી તથા એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી દ્રશ્યમાન થાય છે તેઓ મુકત મને પ્રજા વચ્ચે ઉભા રહી વિચાર વિમર્શ કરતા દ્રશ્યમાન થાય છે ! તેઓ લોકોની આઝાદી, સ્વતંત્રતા અને માનવ અધિકારોનું રક્ષણ કરે છે ! પિડીત પ્રજાજનોને નિષ્પક્ષ અને નિડરતાપૂર્વક ન્યાય આપે છે માટે તેમને પ્રજા વચ્ચે ઉભા રહેવામાં કડક પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી ! તેની આ બોલતી તસ્વીર છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
ભારતની સુપ્રિમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રી એ. કે. સીક્રીએ કહ્યું છે કે, “બંધારણનું વાંચન અને તેનું અર્થઘટન બંધારણના આમુખના ભવ્ય અને ઉમદા દર્શનના પ્રકાશમાં કરવું જોઈએ”!! જયારે ભારતની સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી દેસાઈ કહે છે કે, “ધર્મિનરપેક્ષ રાજય એક વ્યક્તિને તેના ધર્મથી અસબંધિત રહીને એક નાગરિક તરીકે ગણે છે તે કોઈ અમુક ધર્મ સાથે જોડાયેલો હોતો નથી તે ધર્મને પ્રોત્સાહન આપતું નથી કે તેમાં દખલ કરતું નથી”!! જયાં લોકશાહી છે ત્યાં ધાર્મિક સ્વાતત્ર્ય છે ! અને ભારતના બંધારણ દ્વારા આ સત્યનો સ્વીકાર કરાયો છે ! માટે નિષ્પક્ષ, સ્વતંત્ર અનસે નિડર ન્યાય મંદિર દ્વારા ધ્વજવંદન સમારોહ યોજાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો વગર નિમંત્રણે ઉત્સાહભેર ભાગ લે છે ! એટલું જ નહીં મોટી સંખ્યામાં વર્તમાન અને પૂર્વ ન્યાયાધીશો, વકીલ મંડળના સભ્યો, ધારાશાસ્ત્રીઓ તથા કોર્ટ કર્મચારીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહે છે !!
તસ્વીરમાં ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ બિરેનભાઈ વૈષ્ણવ, જસ્ટીસ એમ. એસ. શાહ, પૂર્વ ચીફ જસ્ટીસ સી. કે. ઠકકર, જસ્ટીસ સી. કે. બુચ, પૂર્વ ચીફ જસ્ટીસ શ્રીમતી અભિલાષાકુમારીજી, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ શ્રીમતી સોનિયાબેન ગોકાણી તથા એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી