ગુજરાત હાઈકોર્ટ ખાતે “અર્થસભર” ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો !!
“આઝાદીની સુરક્ષા એ જ “ન્યાય ધર્મ” છે અને લોકોની સુરક્ષા એ જ અમારૂં “કર્તવ્ય” છે એવી ભાવના સાથે ગુજરાત હાઈકોર્ટ ખાતે ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલના વરદ્દહસ્તે “ધ્વજવંદન” સમારોહ યોજાઈ ગયો”!!
તસ્વીર ગુજરાત હાઈકોર્ટના ઉપક્રમે યોજાયેલ ધ્વજવંદન સમારોહની છે ! લોકોની સમસ્યા રોજ-બરોજ સાંભળીને ‘ન્યાયધર્મ’ અદા કરી, સામાજીક નૈતિકતા ! માનવ અધિકારોની તેમજ દેશના મહાન બંધારણીય આદર્શાેની રખેવાળી કરતા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ અને તેમના નેતૃત્વ હેઠળ કાર્યરત ન્યાયાધીશો દ્વારા ગુજરાત હાઈકોર્ટના પટાગણમાં ૭૮મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ હતી !
જેમાં મોટી સંખ્યામાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓ ગુજરાત હાઈકોર્ટના બારના અગ્રણીઓ, સીનીયર કાયદાશાસ્ત્રીઓએ જુનીયર્સ વકીલોએ તથા ગુજરાત હાઈકોર્ટના સ્ટાફના પરિવારના સભ્યોએ પણ ભાગ લઈ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એકબીજાને શુભકામના પાઠવી હતી ! આ તબકકે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને તેનું અભિવાદન કર્યું હતું !
આઝાદીના પ્રેરણામૂર્તિ એવા રાષ્ટ્રપિતામઃ મહાત્મા ગાંધીના મૂલ્યોને સુતરની આંટી પહેરાવીને ભાવનાત્મક અભિવાદન પણ કર્યુ હતું ! ગુજરાતની જનતાના નાનામાં નાના પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપીને કયારેક ‘સુઓમોટા’ અરજી દાખલ કરીને તો કયારેક હાઈકોર્ટમાં દાખલ થતી પ્રત્યેક રીટ પીટીશન પર યોગ્ય ધ્યાન આપીને ‘કર્તવ્ય ધર્મ’ અદા કરનાર સુશ્રી સુનિતાબેન અગ્રવાલ રાષ્ટ્રધ્વજ ફરકાવી, સલામી અર્પિને તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી !
જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ શ્રી બીરેનભાઈ વૈષ્ણવ, શ્રીમતી વૈભવીબેન નાણાંવટી, ગુજરાત સરકારના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવો જોડાયાં હતાં ! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
અમેરિકાના ૯ માં પ્રમુખ વિલિયમ હેનરી હેરીસને કહ્યું છે કે, ‘તમારા શાસકોએ વધુ પડતી સત્તા તો નથી લઈ લીધીને ? એ જોતાં રહેજો તો તમારી આઝાદી ખતરામાં નહીં પડે’!! જયારે તુર્કીસ્તાનના પ્રથમ પ્રમુખ મુસ્તુફા કમાલ અતાર્તુકે કહ્યું છે કે, ‘જે રાષ્ટ્રે સ્વાતંત્ર્ય માટે જીવન હોમી દીધું હોય તે રાષ્ટ્રની આઝાદી કોઈ છીનવી શકતું નથી’!! પરંતુ જયાં લોકો સાંપ્રદાયિકતાની રાજનિતિના ભોગ બનતા હોય !
ભય દ્વારા ભ્રષ્ટાચારનો લોકો ભોગ બનતા હોય ! અને જયાં જે દેશમાં સત્તા માટે નૈતિક અદ્યઃપતન થયું હોય તે દેશમાં લોકોની આઝાદી ગમે ત્યારે ધ્વસ્ત થઈ શકે ?! આવું માનનારા જાગૃત લોકો પણ ઘણાં છે ! ત્યારે આવા સંજોગોમાં ‘ન્યાયધર્મ’ ! નાગરિક સ્વાતંત્ર્ય ! લોકશાહી મૂલ્યોની ! માનવતાના મૂલ્યોની અને બંધારણવાદની ભાવનાની રક્ષા આખરે કોણ કરી શકે ?!
તો લોકશાહી સરકારમાં તેનો જવાબ છે ! સ્વતંત્ર, નિષ્પક્ષ અને સક્ષમ ન્યાયતંત્ર જે લોકોની આઝાદીનું રક્ષણ કરી શકે છે ! તેનો સુંદર અને અદ્દભૂત સંદેશો આપતો કાર્યક્રમ ગુજરાત હાઈકોર્ટના પટાગણમાં યોજાઈ ગયો કારણ કે લોકશાહી રાજય વ્યવસ્થામાં ફકત ‘ન્યાયતંત્ર’ જ લોકોની આઝાદીનું રખેવાળ છે !