ગુજરાત હાઈકોર્ટે એકસાથે ૪૬૬ ન્યાયાધીશોની બદલી કરી

(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટમાં નવા ન્યાયાધીશોની નિમણૂક બાદ હવે જિલ્લા સ્તરે પોસ્ટ કરાયેલા ન્યાયાધીશોની બદલી કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે એકસાથે ૪૬૬ ન્યાયાધીશોની બદલી કરી છે.
આમાંથી ૯૬ ન્યાયાધીશો આ પ્રકારના છે. જેમને હાલના કોર્ટ પરિસરમાં બીજી કોર્ટમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે જિલ્લા ન્યાયાધીશ કેડર,સિનિયર સિવિલ જજ કેડર, સિવિલ કેડર જજના ન્યાયિક અધિકારીઓની બદલી કરી છે. હાલમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ છે. ગુજરાત હાઇકોર્ટે ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને નીચલી ન્યાયતંત્રમાં બદલીઓ કરી છે.
આમાં, હાઇકોર્ટે રાજ્યના ૨૦૩ સિવિલ જજ અને ૨૦૦ સિનિયર સિવિલ જજની આંતર-જિલ્લા બદલી કરી છે. આ ઉપરાંત, અન્ય જિલ્લાઓમાં જિલ્લા ન્યાયાધીશ કેડરના ૬૩ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. આમ, નીચલી ન્યાયપાલિકામાં કુલ ૪૬૬ ન્યાયાધીશોની બદલી કરવામાં આવી છે. બદલીઓમાં, હાઇકોર્ટે ૯૬ સિવિલ જજોને તે જ કોર્ટ સંકુલની અંદર અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
જેમાં અમદાવાદ, મહેસાણા અને ભરૂચના ૭, વડોદરાના ૧૦, સુરતના ૮, આણંદ અને બનાસકાંઠાના ૫-૫, ગાંધીનગર અને કચ્છના ૪-૪, બોટાદ અને સાબરકાંઠાના ૩-૩, ભાવનગર-જામનગરના ૨-૨ અને ખેડા અને જૂનાગઢના ૧-૧નો સમાવેશ થાય છે. હાઈકોર્ટે ૨૦૦ સિનિયર સિવિલ જજોને અન્ય જિલ્લાઓમાં ટ્રાન્સફર કર્યા છે, જ્યારે ૪૬ જજોને તે જ કોર્ટ સંકુલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આમાં અમદાવાદના ૧૫ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાઇકોર્ટે જિલ્લા ન્યાયાધીશ કેડરના ૬૩ ન્યાયાધીશોને અન્ય જિલ્લાઓમાં પણ ટ્રાન્સફર કર્યા છે. જ્યારે ૪૮ ન્યાયિક અધિકારીઓને સેશન્સ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમાં અમદાવાદના ૬ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે.