Western Times News

Gujarati News

MobiKwik ગુજરાતમાં 1.27 મિલીયન યૂઝર્સ અને 5514 વિક્રેતાઓ ધરાવે છે

MobiKwik માટે ગુજરાતને અગત્યના બજાર તરીકે ઓળખી કઢાયુ-પ્રદેશમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ કુલ ટ્રાફિકમાં 53% હિસ્સો ધરાવે છે

અમદાવાદ, 7 ડિસેમ્બર, 2023 – ભારતમાં વૈશ્વિક કક્ષાની નાણાંકીય પ્રોડક્ટ્સ ઊભી કરવાના હેતુ સાથે આગળ વધી રહેલી, MobiKwik, અગ્રણી ડિજીટલ બેન્કિંગ પ્લેટફોર્મ છે, જેણે ગુજરાત પોતાની વૃદ્ધિ માટેનું અગત્યનું બજાર હોવાનું સ્વીકાર્યુ છે. કંપની ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં 1.27 મિલીયન યૂઝર્સ અને 5514 વિક્રેતાઓ ધરાવે છે અને તેઓ સામૂહિક રીતે રાજ્યમાં પ્લેટફોર્મના ટ્રાફિકમાં 53%નો હિસ્સો ધરાવે છે.  Gujarat identified as a significant market for MobiKwik

ડિજીટલી પેમેન્ટ વોલેટ તરીકે 2009માં શરૂ થયેલ, MobiKwik હાલમાં ઉપભોક્તાઓ અને વિક્રેતાઓ એમ બન્ને માટે નાણાંકીય પ્રોડક્ટ્સનો સમૂહ ઓફર કરે છે. ગુજરાતમાં, MobiKwikનો તેના પેમેન્ટ્સ (યુપીઆઇ, વોલેટ, આઇએમપીએસ અને પેમેન્ટ ગેટવે), ભાડૂ અને ક્રેડિટ કાર્ડના બીલની ચૂકવણી અને ક્રેડિટ પ્રોડક્ટ્સ જેમ કે ZIP અને ZIP EMI માટે વ્યાપકપણે ઉપયોગ થાય છે. છેલ્લા એક વર્ષમા તેણે ગુજરાતમાં યૂઝર્સ અને વિક્રેતાઓને રૂ. 280 કરોડની લોનનું ડીસ્બર્સમેન્ટ કર્યુ છે, જે પ્રદેશમાં તેની નોંધપાત્ર અસરને વેગ આપે છે.

MobiKwik હાલમાં 140 મિલીયન નોંધાયેલા યૂઝર્સ અને 4 મિલીયન વિક્રેતાઓ ધરાવે છે. આશરે 85% પુનરાવર્તિત ગ્રાહકો સાથે કંપની પેમેન્ટસને વધુ સરળ બનાવવા, ધિરાણમાં આપમેળે ઍક્સેસ અને વિક્રેતાઓને ડિજીટલ ઇન્ડિયા સ્ટોરીમાં ભાગ લેવા માટે પોતાના ઉકેલોની પહોંચને વિસ્તૃત બનાવવા માટે સક્રિય રીતે કામ કરી રહી છે. કંપની ટિયર 3થી લઇને 6 સુધીના શહેરોમાં રહેતા પોતાની યૂઝર વર્ગમાંથી આકર્ષક 80% સાથે ભારતભરતમાં જરૂરિયાત અનુસારની ક્રેડિટ પ્રોડક્ટ્સ ડિલીવર કરે છે, જેમાં મોટે ભાગે ધિરાણના નવા ખ્યાલથી પરિચિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

વધુમાં, MobiKwik પોતાની પેમેન્ટ ગેટવે શાખા Zaakpay મારફતે તેના વિક્રેતા નેટવર્કને વધારવા માટે સજ્જ થઇ રહી છે. કંપનીએ તાજેતરમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) પાસેથી Zaakpay પર પેમેન્ટ્સની પ્રક્રિયા કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવી લીધી છે. ભારતભરમાં વધુને વધુ વિક્રેતાઓની સંખ્યા ડિજીટલ સ્ટોરફ્રંટ્સની સ્થાપના કરવામાં વધી રહી છે ત્યારે આ પગલું તેમને વ્યાપક ગ્રાહક વર્ગમાં ઍક્સેસ કરવા માટે સુરક્ષિત અને વિશ્વસનીય ઉકેલ રજૂ કરે છે.

“અમારું મુખ્ય ધ્યેય સરળ ધિરાણ પ્રોડક્ટ્સને ડેમોક્રેટીસાઇઝ અને સુલભ ક્રેડિટ ઉકેલો સાથે સમગ્ર ભારતમાં અર્થપૂર્ણ નાણાકીય સમાવેશને આગળ ધપાવતા યુવાનોને સશક્ત બનાવવાનું છે. ગ્રાહકો અને વેપારીઓ માટેના અમારા ડિજિટલ ધિરાણ ઉકેલો, ખાસ કરીને ગુજરાત જેવા શહેરોમાં સફળ થયું છે. અમારા યૂઝર્સની નાણાકીય સુખાકારીને પ્રોત્સાહન આપવા અને વિવિધ પ્રદેશોમાં અમારી પહોંચને વિસ્તારવા માટેના અમારા સમર્પણને રેખાંકિત કરે છે,” એમ MobiKના ચેરપર્સન, સહ-સ્થાપક અને સીઓઓ ઉપાસના ટાકુએ (Upasana Taku, Chairperson, Co-founder COO, MobiKwik) જણાવ્યું હતું.

MobiKwik એ તાજેતરમાં FY23ના અનુરૂપ સમયગાળા અને PAT નફાકારકતાના સતત બીજા ત્રિમાસિક ગાળામાં આવકમાં 52% વૃદ્ધિ સાથે તેના અનઓડિટેડ Q2FY24 પરિણામોની જાહેરાત કરી છે. ક્વાર્ટરની આવક રૂ. 208 કરોડ હતી, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરની  તુલનામાં 17%ની વૃદ્ધિ દર્શાવે છે, જેમાં પીએટી રૂ. 5 કરોડ હતો. H1FY23 ની સરખામણીમાં આવકમાં 58% વધારા સાથે, MobiKwik એ H1 FY24માં પીએટી રૂ. 8 કરોડ સાથે તેની આવક રૂ. 385 કરોડ સુધી વધારી છે.

MobiKwik વ્યૂહાત્મક રીતે AIમાં તેના રોકાણમાં વધારો કરી રહ્યું છે, અને તાજેતરમાં MobiKwik લેન્સ લોન્ચ કર્યું છે, જેનો હેતુ યૂઝર્સને વ્યક્તિગત ભલામણો પહોંચાડવાનો અને તેના ડેટા-આધારિત ટૂલ દ્વારા સમગ્ર વપરાશકર્તા અનુભવને વધારવાનો છે. લેન્સ ગ્રાહકના નાણાકીય ડેટાનો ઉપયોગ તેમની પસંદગીની ભાષામાં ઉચ્ચ-ઉત્તમ સૂચનો અને ભલામણો પ્રદાન કરવા માટે કરે છે, નેટવર્થનું મૂલ્યાંકન કરવા અને નાણાકીય સુખાકારીને સુધારવા માટે ઝીણવટભર્યા ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગને સક્ષમ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.