ગુજરાત વિશ્વભરના ઉદ્યોગ રોકાણકારોની પહેલી પસંદગી બન્યું તેનો શ્રેય પોલીસનેઃ મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિના ચંન્દ્રકથી સન્માનિત થયેલા રાજ્ય પોલીસ દળના અધિકારીઓ ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચંન્દ્રક અલંકરણ
અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસ દળના ૯૯ જેટલા અધિકારી-કર્મીઓને પ્રસંશનીય સેવા, વિશિષ્ટ સેવા માટેના જાહેર થયેલા પોલીસ મેડલ્સ અમદાવાદમાં અર્પણ કર્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,
મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિત ચંન્દ્રકથી સન્માનિત પોલીસ અધિકારીઓના પરિવારજનો આ ગૌરવ ક્ષણે સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતની સુદ્રઢ સુરક્ષા, શાંતિ અને સલામતિ એ આવા રોકાણકારો માટે ગુજરાતને રોકાણ માટેની પસંદગીનું પહેલું સ્થળ બનાવ્યું છે તેનો યશ રાજ્યના પોલીસ બેડાને ફાળે જાય છે.
ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોલીસ દળના સેવા-સમર્પણને બિરદાવી પોલીસને સમાજ સુરક્ષાના પ્રહરી કહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કરીને ર્ઁંન્ૈંઝ્રઈની આગવી વ્યાખ્યા પરિભાષિત કરી હતી.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુનાખોરી માટે ‘ઝિરો ટોલરન્સ’ની નીતિ, ડિજિટલ ઇન્ડિયાનું અમલીકરણ અને ટેક્નોલોજીયુક્ત અભિગમ અપનાવીને ગુજરાત પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા અને પ્રજાની સુરક્ષા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે તેની સરાહના કરી હતી.
તેમણે પોલીસ દળના અધિકારી-કર્મીઓની કપરી ફરજાેના સંજાેગોમાં તેમના પરિવારજનો પણ સહયોગ આપીને સમાજ સેવાદાયિત્વ નિભાવી રહ્યા છે તેની પણ પ્રસંશા કરી હતી.
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસ દળની ફરજપાલન પરસ્તીથી તેમણે ગુજરાતને દેશભરમાં સુરક્ષા બાબતે અવ્વલ રાખ્યું છે. તેમણે કહ્યું કે, ૨૦૦૨ થી ૨૦૨૨ સુધીની ગરવી ગુજરાતથી વંદે ગુજરાત સુધીની સફળતા પાછળ ગુજરાત પોલીસનું પણ મોટું યોગદાન રહ્યું છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહએ કાયદો અને વ્યવસ્થા બાબતે અનેક મહત્વપૂર્ણ ર્નિણયો કર્યા તથા પોલીસ વિભાગને પણ લો એન્ડ ઓર્ડર બાબતે કામ કરવાની સંપુર્ણ સ્વતંત્રતા આપી છે. ડ્રગ્સવિરોધી ઝુંબેશનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, પોલીસની કામગીરીથી આજે ડ્રગમાફિયાઓમાં ફફડાટ છે.
ગુજરાત પોલીસ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં જતું ડ્રગ્સ પકડીને યુવાનોને બરબાદીમાંથી ઉગારવાની ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહી છે. ગુજરાત પોલીસની કાબીલે તારીફ કામગીરી બદલ પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના ઉત્કર્ષ માટે મુખ્યમંત્રીની આગેવાનીમાં સરકારે ફાળવેલા રૂ. ૫૫૦ કરોડના વિશેષ પેકેજ બદલ તેમણે ગૃહવિભાગ વતી આભાર વ્યક્ત કર્યો હતો.