સમગ્ર ગુજરાતના માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે
(એજન્સી)અમદાવાદ, ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યાં માલધારી સમાજે ભાજપ સામે બાંયો ચઢાવી છે. માલધારી સમાજની માંગણીઓ પૂરી ન થતા સમાજના અગ્રણીઓ લાલઘુમ થયા છે, અને ભાજપ વિરોધી મતદાન કરવાની જાહેરાત કરી છે.
ગુજરાત માલધારી મહાપંચાયતે સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહ્વાન#bjp #GujaratElections2022 #electionwithgujarattak pic.twitter.com/rwxlR0ySUW
— Gujarat Tak (@GujaratTak) November 22, 2022
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જાહેરાત કરી કે, આ વિધાનસભાની ચૂંટણીમાં માલધારી સમાજ ભાજપ વિરોધમાં મતદાન કરશે. ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ કહ્યું કે, માલધારી સમાજના પડતર પ્રશ્નો ઉકેલવામાં ભાજપ નિષ્ફળ ગયું છે.
આવનારા સમયમાં માલધારી સમાજની અવગણના ન થાય તેમજ સમાજના જુના પ્રશ્નો નિકાલ કરવામાં ભાજપ નિષ્ફળ છે. માલધારી વસાહતો બનાવવાની અમારી માંગ પણ પૂર્ણ નથી કરાઈ. શરમમાં આવી માલધારી મત બગાડશે તો આવનારી પેઢી માફ નહિ કરે.
આ સાથે નાગજી દેસાઈએ ભાજપ વિરોધી મતદાન કરી સરકારની સાન ઠેકાણે લાવવા સમાજને આહવાન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી બેન-દીકરીઓ પર અત્યાચાર ગુજારાયો હતો, જેથી ભાજપની સાન ઠેકાણે લાવવા સમગ્ર ગુજરાતમાં માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે.