Western Times News

Gujarati News

ગુજરાતની આ ફાર્મા કંપનીઓની દવા સબસ્ટાન્ડર્ડ જાહેર કરાઈ

પ્રતિકાત્મક

અલ્કેમ હેલ્થ સાયન્સની એમોક્સિસિલીન એન્ડ પોટાશિયમ કલેવુનેટ, મેડિવિઝન હેલ્થ કેરની ઈન્ફયુઝન સીટ-એનવીની, ઓર્નેટ ફાર્માની પેઈનકીલર આઈબુપ્રોફેન- બ્લુફલામ ફોર્ટે સબ સ્ટાન્ડર્ડ

અમદાવાદ, દવાઓના ઉત્પાદનમાં દેશમાં મોખરાના ગણાતા ગુજરાતની ચારથી પાંચ કંપનીઓની દવાઓ અને અન્ય પ્રોડકટ્‌સ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે.

ડેન્ગ્યુ સહિતના વાયરલ ઈન્ફેકશનના ચેપથી બચવા માટે બહુ જ વપરાતી અલ્કેમ હેલ્થ સાયન્સની એમોક્સિસિલીન એન્ડ પોટાશિયમ કલેવુનેટને પણ નબળી ગુણવત્તાવાળી દવા તરીકે સીડીએસસીઓએ જાહેર કરી છે.

પેટની તકલીફ અને એસિડિટીની સમસ્યા માટે બહુ જ વપરાતી પેન્ટોલપ્રાઝોલ પણ સબસ્ટડર્ડ જાહેર થઈ છે. પેન્ટોપ્રાઝોલ દવા બનાવનારી કંપની પણ અલ્કેમ હેલ્થ સાયન્સ જ છે.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી મસર્સ એલિકેમ ફાર્મા પ્રા.લિ.ની ૦.રપ એમજીની પેઈન કીલરને પણ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવી છે. અમદાવાદના જ વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કંપની મેડિવિઝન હેલ્થ કેરની ઈન્ફયુઝન સીટ-એનવીની સબસ્ટાન્ડર્ડ નીકળી છે. અમદાવાદના જ ઓઢવ વિસ્તારમાં આવેલી ઓર્નેટ ફાર્માની પેઈનકીલર આઈબુપ્રોફેન બ્લુફલામ ફોર્ટેને પણ સીડીએસસીઓએ સબસ્ટાન્ડર્ડ જાહેર કરી છે.

માનસિક અવસ્થતાને કારણે ઉંઘી ન શકતા દર્દીઓને માનસિક શાંતિ થાય તે માટે વપરાતી અલ્પ્રાઝોલમ ટેબ્લેટ ૦.રપ એમ.જી.ની ટેબ્લેટ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ નજીક રાણકપુર વિસ્તારમાં આવેલી મેસર્સ એલિકેમ ફાર્મા પ્રાઈવેટ લિમિટેડે મેન્યુફેકચર કરેલી દવા નબળી ગુણવત્તાની સાબિત થઈ છે.

અસ્થમાની એટલે કે દમની બીમારીથી પીડાતા દર્દીઓ માટે ખાસ વપરાતી સાલબુટામોટલની ટેબ્લેટને સીડીએમસીઓએ સબસ્ટાન્ડર્ડ જાહેર કરી છે. મુંબઈની લેબોરેટરીમાં તેની ચકાસણી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.