80 થી વધુ CCTV કેમેરા લગાવવા માટેની પરમિશન ગુજરાત મેટ્રો રેલ પાસે માંગવામાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/CCTV.jpg)
મેટ્રો સ્ટેશને વધુ સીસીટીવી કેમેરા લગાવાશે -લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ નિર્ણય લેવાયો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મેટ્રો હવે શહેરની નવી ઓળખ બની ગઈ છે. મેટ્રો ટ્રેનમાં રોજ હજારો શહેરીજનો મુસાફરી કરતાં હોય છે. મુસાફરોને કોઈ હેરાનગતિ થાય નહીં તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાતા હોય છે. મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ મેટ્રો સ્ટેશનને સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી આવરી લેવા માટેનો નિર્ણય લેવાઈ રહ્યો.
મેટ્રો સ્ટેશન પર પહેલેથી ત્રણ હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવેલા છે પરંતુ હજુ ૮૦થી વધુ નવા સીસીટીવી કેમેરા લગાવાય તેવી શક્યતા છે. મેટ્રો રેલના ઉચ્ચ અધિકારીઓએ કેટલીક જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે જ્યાં લગાવેલા સીસીટીવી કેમેરાની રેન્જ પહોંચી શકતી નથી તેવી જગ્યાઓ પર ચોરી, છેડતી સહિતના બનાવ બને છે. મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ૮૦ વધુ જગ્યાઓ શોધી કઢાઈ છે. જ્યાં આવનારા સમયમાં સીસીટીવી કેમેરા લગાવશે.
અમદાવાદની મોટા ભાગની જગ્યાઓ પર હવે મેટ્રો પ્રોજેકટ પહોંચી રહ્યો છે. અમદાવાદમાં ફેઝ-૧માં ૩૧ સ્ટેશન આવેલા છે જ્યારે ફેઝ-રમાં આઠ સ્ટેશન આવેલા છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેઝ-રના કોરિડોરમાં વિવિધ લાઈનમાં કાર્યરત છે. અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કે બે લાઈન (વાદળી અને લાલ)માં વહેંચાયેલો છે. ફેઝ-૧માં સ્ટેશનની કુલ સંખ્યા ૩૧ છે.
જેમાંથી ર૮ મેટ્રો સ્ટેશન એલિવેટેડ છે અને ચાર સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે. સમગ્ર કોરીડોરની કુલ લંબાઈ લગભગ ૪૦ કિ.મી. છે. બ્લુ લાઈન અગાઉથી થલતેજથી વસ્ત્રાલ સુધી કાર્યરત હતી જ્યારે મોટેરા સ્ટેડિયમ અને એપીએમસી વચ્ચે રેડ લાઈન કાર્યરત છે. જૂની હાઈકોર્ટ સ્ટેશન આ લાઈનમાં એક ઈન્ટરચેન્જ સ્ટેશન છે જે બ્લુ લાઈનને રેડ લાઈન સાથે જોડે છે.
અમદાવાદ મેટ્રોનો ફેઝ-ર એ ફેઝ-૧ની રેડ લાઈનનું વિસ્તરણ છે. આ તબક્કાની મુખ્ય લાઈન એપીએમસીથી મોટેરા સ્ટેશન વચ્ચે ચાલે છે. બીજા તબક્કામાં તેને મહાત્મા મંદિર સુધી લંબાવવામાં આવી છે. આ લાઈનને અમદાવાદ મેટ્રોની યલો લાઈન કહેવામાં આવે છે. શહેરના ૩૯ મેટ્રો સ્ટેશન પર ત્રણ હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવેલા છે. સ્ટેશનના તમામ સીસીટીવી કેમેરા એÂક્ઝટ છે
જ્યારે પ૦૦થી વધુ સિકયોરિટી ગાર્ડ તેમજ સુરક્ષા જવાનો તૈનાત છે. મેટ્રો સ્ટેશનમાં રોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે. મેટ્રો સ્ટેશનમાં ગુનાખોરીની ઘટના બને નહીં તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મેટ્રો સ્ટેશનમાં ૮૦થી વધુ જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. જ્યાં સીસીટીવીની રેન્જ પહોંચી શકતી નથી.
મેટ્રો ટ્રેનના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ૮૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવા માટેની પરમિશન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન પાસે માંગવામાં આવી છે. થોડા સમય પહેલાં મેટ્રો સ્ટેશનમાં છેડતી સહિતની બે ઘટનાઓ બની હતી જેથી આ નિર્ણય લેવાયો હતો. મેટ્રોમાં પર્સ તેમજ કિંમતી સરસામાનની ચોરી કરતી ગેંગ પણ સક્રિય થઈ છે જેમને રોકવા માટે સીસીટીવી જરૂરી છે. તમામ કેમેરા હાઈડેફિનેશન તેમજ નાઈટ વિઝનના હશે. મેટ્રોમાં લોકો શાંતિથી મુસાફરી કરી શકે અને ક્રિમિનલ પર નજર રાખી શકે તે માટે વધુ કેમેરા લગાવવાનો નિર્ણય લેવાઈ રહ્યો છે.