Western Times News

Gujarati News

વરસાદના પગલે નળસરોવરમાં નવા નીર આવતા ફરી છલોછલ

એપ્રોચ રોડ પર ૭ ફૂટ પાણી ભરાયા-ડિસેમ્બર ૨૦૧૮માં સંપૂર્ણ સુકાઈ ગયેલા નળ સરોવરમાં વરસાદ બાદ પાણીની આવક વધતા છલોછલ થઈ ગયુ
અમદાવાદ, અમદાવાદની નજીક આવેલા પર્યટન સ્થળ એવા નળસરોવરમાં નવા નીરની આવક થઈ છે. ડિસેમ્બર ૨૦૧૮માં સંપૂર્ણ સુકાઈ ગયેલા નળ સરોવરમાં વરસાદ બાદ પાણીની આવક થતા છલોછલ થયું છે. આ સરોવર યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ ગુજરાતની એકમાત્ર રામસર સાઈટ છે અને આંતરરાષ્ટ્રીય મહત્વ પણ ધરાવે છે. નળ સરોવરમાં અંદાજે ૧૦ ફૂટ જેટલા પાણીનો ભરાયા છે. સરોવર માટેના અપ્રોચ રોડ પણ ૭ ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ભારે વરસાદના કારણે તળાવમાં આ સતત બીજા વર્ષે પાણીની ભારે આવક થઈ છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના કારણે અહીં નવા નીર આવ્યા હતા. સીનિયર ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય રીતે અહીં વરસાદની શરૂઆત કે ઓગસ્ટમાં વિદેશી પક્ષીઓ આવવાનું શરૂ થઈ જાય છે. પરંતુ આ વર્ષે માત્ર અમુક જ આવ્યા છે.

અધિકારીઓને ચિંતા છે કે કેચમેન્ટમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે. અધિકારીએ કહ્યું કે, સારસને પણ નળસરોવર કે નજીકના વિસ્તારની મુલાકાત લેવામાં એક મહિનાનો સમય લાગી શકે છે. હાલમાં નળસરોવરમાં પાણીની સારી એવી આવક થઈ છે. ફ્લેમિંગો સામાન્ય રીતે નવેમ્બરના અંતમાં આવવાનું શરૂ કરે છે, પરંતુ આ વર્ષે તેઓ જાન્યુઆરીના અંતમાં આવે તેમ લાગી રહ્યું છે. વિદેશી પક્ષીઓને પાણીનું સ્તર ૩ ફૂટ જેટલું હોય તે વધારે માફક આવે છે.

અધિકારીએ કહ્યું કે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અભ્યાસમાં ધ્યાને આવ્યું છે કે ભોગાનો નદી તથા અન્ય કેનાલોમાં છોડાયેલા નર્મદાનું પાણી નાની-નાની શાખાઓ દ્વારા નળસરોવરમાં પહોંચે છે, આમ તેના પાણીના સ્તરમાં વધારો થયો છે. તેઓ વધુમાં કહે છે, ૧૯૮૭માં ઓગસ્ટના અંત સુધીમાં ચોમાસા દરમિયાન અહીં પાણી સુકાઈ ગયું હતું. ૨૦૧૯માં પણ તળાવ જુલાઈના અંત સુધી સૂકાયેલું હતું ૧૯૮૭ બાદ પહેલીવાર નળસરોવર આટલો લાંબો સમય સૂકાયેલું રહ્યું હતું. જોકે ચોમાસું શરૂ થયા બાદ તેમાં ૬ ફૂટ જેટલું પાણી આવ્યું હતું. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.