Western Times News

Gujarati News

ગરબા સ્થળની ક્ષમતા મુજબ જ પ્રવેશ: બે વ્યક્તિ વચ્ચે એક સ્ક્વેર મીટરની જગ્યા રાખવી પડશે

પ્રતિકાત્મક

નવરાત્રીના આયોજકોએ હવે રોજેરોજના ખેલૈયા- દર્શકોનો ‘હિસાબ’ રાખવો પડશે

(એજન્સી) અમદાવાદ, આપણા ગુજરાતની અસ્મિતાના પ્રતીક સમાન રાસ ગરબાનું મહાપર્વ એટલે કે આસો મહિનાની નવરાત્રી કહી શકાય. આગામી થોડાક જ દિવસોમાં જગત જનની મા જગદંબાની પવિત્ર આરાધનાનો મહાઉત્સવ એટલે કે નવરાત્રોત્સવ આવી રહ્યો છે

અને તેના ઘણા દિવસ પહેલાંથી જ ખેલૈયાઓમાં રાસ ગરબાની રમઝટને લગતાં વિવિધ સ્ટેપ્સ શીખવાનો થનગનાટ છવાઈ ગયો છે. લો ગાર્ડન જેવા ચણિયાચોળીના હોટ સ્પોટ ખાતે મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી રહી છે.

આવા નવરંગી માહોલ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ ખાસ નવરાત્રીના આયોજકો માટે ફાયર સેફટી અંગેની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે. આજે પ્રસિદ્ધ કરાયેલી આ જાહેર નોટિસમાં આંખે ઉડીને વળગે તેવી બાબત એ છે કે પહેલી વખત આયોજકોએ નવરાત્રીના પંડાલમાં દૈનિક કેટલા દર્શકો- ખેલૈયાઓ પ્રવેશે છે તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.

ગુજરાતીઓમાં ગરબા પ્રત્યેનો પ્રેમ એટલી હદે છે કે તાજેતરના ભારે વરસાદના દિવસો દરમિયાન અમુક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ ગયા હોવા છતાં સ્થાનિક લોકોએ તેવી વિષમ સ્થિતિમાં પણ ગરબા ગાઈને પોતાનો આનંદ વ્યકત કર્યો હતો.

આ એક પ્રકારની અદ્‌ભુત કહેવાય તેવી ઘટના છે, જેમાં લોકો કપરા સંજોગોમાં પણ ગરબા ગાવાનું ભુલતા નથી. હવે જયારે ગરબાની રમઝટ બોલાવનારી નવ નવ ભાતીગળ રાત્રીઓ આવી રહી છે તે સમયે સ્વાભાવિકપણે સમજી શકાશે કે ગુજરાતી યુવતીઓ અને ગૃહિણીઓમાં મા જગદંબાને ઉમળકાભેર વધાવવાનો ઉમંગ કેટલી ચરમસીમાએ જઈ રહ્યો છે.

અમદાવાદમાં મ્યુનિ. ફાયર બ્રિગેડે નવરાત્રીનાં આયોજન દરમિયાન આયોજકો માટે અમુક નિયમો ઘડી કાઢયા છે. આ નિયમોનો હેતુ નવરાત્રી દરમિયાન લોકોની જાહેર સલામતી જાળવી રાખવાનો છે. આમ તો તંત્ર દ્વારા વિવિધ પ્રકારના ૩૦ સૂચનો કરાયાં છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે શહેરભરના નવરાત્રીના આયોજકોએ નવરાત્રી માણવા આવતી વ્યક્તિઓ કે દર્શકો અને ખેલૈયાઓ અંગેનો રોજેરોજનો તેમની સંખ્યા દર્શાવતો રેકોર્ડ રાખવાનો રહેશે,

જેના આધારે જે તે પંડાલમાં ઉમટતી ભીડનો અંદાજ આવી શકશે. નવરાત્રીના આયોજકોએ પંડાલની ક્ષમતા મુજબ વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. આ પણ ભીડભાડને ટાળવા માટેનો મ્યુનિ. તંત્રનો એક પ્રયાસ તરીકે ચર્ચાઈ રહ્યો છે. વ્યક્તિદીઠ ઓછામાં ઓછી એક સ્કવેર મીટરની જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે. નવરાત્રીના પંડાલમાં ફિકસ પાર્ટિશન કરવાનું રહેશે નહીં.

ઈમર્જન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઈમર્જન્સી એÂક્ઝટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. આગ-અકસ્માતના બનાવ સમયે શ્રદ્ધાળુઓ સહેલાઈથી જે તે સ્થળેથી બહાર નીકળી શકે તે માટે ઓછામાં ઓછા બે ઈમર્જન્સી એÂક્ઝટ રાખવાના રહેશે, જે પરસ્પર વિરુદ્ધ દિશામાં ઓવા જોઈએ. ઉપરાંત ગેટની સામેના ભાગે પાંચ મીટર ઓપનિંગ હોય તે મુજબની વ્ય્વસ્થા કરવી પડશે.

શ્રદ્ધાળુઓ નવરાત્રી પંડાલની સ્ટ્રકચરની અંદર અને બહાર સરળતાથી વાંચી શકે તે મુજબ ઓટોગ્લો મટીરિયલમાં નો-સ્મોકિંગ ઝોન, એÂક્ઝટ અને ઈમર્જન્સી એÂક્ઝટના સાઈન બોર્ડ મૂકવાં પડશે. સત્તાવાળાઓએ આયોજકો માટે સીટિંગ વ્યવસ્થાને લઈને પણ કેટલાક નિયમો ઘડી કાઢયા છે. જેમ કે, સીટિંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો પંદર મીટરથી વધારે દૂર ન હોવો જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.