Western Times News

Gujarati News

ગુજરાત એનસીસી દ્વારા સુઈગામના મમાણા ખાતે “વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ”નું આયોજન કરાયું

સૂઈગામ,  ગુજરાત એનસીસી દ્વારા “વાઈબ્રન્ટ વિલેજ ઇનિશિએટિવ” અંતર્ગત બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ સ્થિત મમાણા અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે “વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના સરહદી ગામોમાં રહેતા નાગરિકોના જીવનમાં સુધારો લાવવા તથા તેમને જાગૃત કરવાનો હતો.

આ કાર્યક્રમ દરમિયાન એનસીસી કેડેટ્સ અને શાળાના બાળકોએ નૃત્ય, ભાષણ અને સંગીતના માધ્યમથી સુંદર રજૂઆત કરી હતી. લોક જાગૃતિ હેતુ “બેટી બચાવો, બેટી પઢાવો” વિષય પર નાટક રજૂ કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાંત અધિકારીશ્રી સુઈગામ, બીએસએફના સબ ઇન્સ્પેક્ટર અને ગામના સરપંચશ્રીએ “વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ”ના ઉદ્દેશો, જન જાગૃતિ વિશે ઉપસ્થિતોને માર્ગદર્શિત કર્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનારા એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓને પાઠયપુસ્તક સામગ્રીનું વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં હતા.

આ કાર્યક્રમમાં 35 ગુજરાત બટાલિયન એનસીસીના ઓફિસર લેફ્ટિનન્ટ કર્નલ પ્રીતી તિવારીએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ડૉ.અરવિંદ પ્રજાપતિ (એસ.ડી.એમ.), સબ ઇન્સ્પેક્ટર ઈશ્વરસિંહ (137 બટાલિયન) અને તેમની ટીમ, સુઈગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી પ્રવીણ, ગામના સરપંચશ્રી,  ડૉ.મહિપાલસિંહ ગઢવી તથા શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે 250 જેટલા એનસીસી કેડેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.