Gujarat: કડવા-લેઉવા પાટીદાર સમાજ દ્વારા સીતા સ્વયંવરનું આયોજન કરાશે
આ સીતા સ્વંયવરમાં એક સાથે ૨૦૦ પાટીદાર કન્યાઓ પોતાના જીવનસાથીની પસંદગી કરશે.
૨૨ રાજ્યોમાંથી ૪૦૦૦ પ્રતિનિધિ આ કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે સાથે રાષ્ટ્રીય મહાઅધિવેશન અને કુર્મી બિઝનેસ સમિટ પણ યોજાશે.
અમદાવાદ, પાટીદાર સમાજ ખુબ જ મોટો અને સમૃદ્ધ સમાજ માનવામાં આવે છે. મુખ્યત્વે પાટીદાર સમાજ કડવા અને લેઉવા બે ભાગમાં વહેચાયેલો છે. ત્યારે ગુજરાતમાં પહેલીવાર કડવા અને લેઉવા પાટીદાર સમાજ દ્વારા એક મોટું આયોજન કરવામાં આવ્યું છે. gujarat news patidar sita svyamwar marriage patel samaj
આ આયોજન છે લગ્નનું. જી હાં, જીવનસાથીની પસંદગી માટે કન્યાઓને અવસર મળે અને દરેક કન્યા પોતાની પસંદગીથી જીવનસાથી પસંદગી કરી શકે તે આશયથી આ આયોજન કરાયું છે. જેને સીતા સ્વંયવર નામ આપવામાં આવ્યું છે. આ સીતા સ્વંયવરમાં એક સાથે ૨૦૦ પાટીદાર કન્યાઓ પોતાના જીવનસાથીની પસંદગી કરશે. ગુજરાતમાં પહેલીવાર પાટીદાર સમાજ દ્વારા આ પ્રકારના સ્વંયવરનું આયોજન કરાયું છે.
અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા વિસનગરમાં ૧૫-૧૬ એપ્રિલે ‘સીતા સ્વયંવર નું આયોજન કરાયુ છે. ૨૦૦ કડવા-લેઉવા પાટીદાર કન્યા ૫૦૦ મુરતિયામાંથી પોતાના માટે મૂરતિયો પસંદ કરશે. ૧૮મી વિસનગરમાં જ લગ્ન સમારંભ યોજાશે, પ્રથમ વખત પાટીદાર સમાજ ગુજરાતમાં આવું આયોજન કરી રહયુ છે. ૨૨ રાજ્યોમાંથી ૪૦૦૦ પ્રતિનિધિ આ કાર્યક્રમમાં હાજરી આપશે. સાથે સાથે રાષ્ટ્રીય મહાઅધિવેશન અને કુર્મી બિઝનેસ સમિટ પણ યોજાશે.
૧૮મી એ લગ્ન સમારંભ પણ સાંકળચંદ યૂનિ. કેમ્પસમાં યોજાશે. તમામ લોકોના રહેવાની વ્યવસ્થા વિસનગર અને આસ-પાસના પાટીદારોના ઘરોમાં જ કરાઈ છે. માત્ર મધ્યપ્રદેશથી જ ૪૦ લક્ઝરી બસો આવવાની છે. કુર્મી પાટીદાર મહાસભાનો ગુજરાતમાં પહેલો અને દેશમાં બીજાે સીતા સ્વંયર છે. વિસનગરના ૪૦૦૦થી વધુ સ્વંયસેવકો ને આયોજનની જવાબદારી સોંપાઈ છે.
આયોજનના સંચાલક ઈશ્વરભાઇ પટેલે જણાવ્યું કે, આ સમારોહનો હેતુ સમાજના યુવક યુવતીઓને સામાજિક રીતે સારું પાત્ર શોધી આપવાનો છે. અહીં સીતા સ્વપરમાં પાટીદાર દીકરીઓ મોટાભાગની એમબીએ, બીએડ, એમસીએ સહિત ઉચ્ચ શિક્ષિત છે. તેથી સારું ભણેલાં અને મહિને ૩૦ હજારથી વધુ આવક ઉપરાંત સરકારી નોકરી અથવા પોતાનો ધંધો હોય અને પરિવાર સાથે રહેતો હોય તેવા છોકરાઓને પ્રાથમિક્તા અપાઇ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓ પણ આમાં હાજરી આપશે. બે દિવસનો આ સ્વયંવર સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં યોજાશે. તમામ યુવતીઓને હોલમાં બેસાડાશે. ૫-૫ યુવકો આવીને પોતાનો પરિચય આપશે.
જેમાં નોકરી, પરિવાર, પગાર સહિતની બાબતો વિષેની જાણકારી મળશે. હિન્દી સહિત અન્ય ભાષામાં વિગતો અપાશે એટલે અનુવાદકની વ્યવસ્થા પણ કરાઈ છે. એક યુવતી ત્રણ યુવકોને મળી શકે છે. યુવતી જેને પસંદ કરે પછી બન્નેને અલગથી મળવા સમય અપાશે. SS1MS